Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમનોલોજી:પતંગના આકાશમાં બંધાયેલો છે સમાજ

    1 day ago

    પતંગ એક કાગળનો ચોરસ ટુકડો નથી, ફિલોસોફી છે. આકાશ, હવા, દિશા, દોરી, ઉડવું અને કપાઈ જવું બધું જ જીવનના દરેક પડાવને પ્રતીકાત્મક સ્વરૂપે દર્શાવે છે. પતંગ અનેક વિચારોને અભિવ્યક્ત કરી શકે છે. ઊંચે ચડવાની અભીપ્સા અને ઊંચે ચડતી વખતે જો કોઈ નડે તો તેની સાથે લડીને, તેનો નાશ કરીને અથવા તેને નીચે પાડીને વધુ ઊંચાઈ હાંસીલ કરવાની સાહજિક મનોવૃત્તિ તમને દરેક અગાશીએ જોવા મળશે. નવલકથાઓ અને ફિલ્મમાં પણ પતંગનો ફિલોસોફિકલ અને સાયકોલોજીકલ ઉપયોગ સીધો અથવા પ્રતીકાત્મક રૂપે થયો છે. દેશપ્રેમને અભિવ્યક્ત કરવા તિરંગા થીમ સાથે ઊડતી પતંગની વાત હોય કે સાઈમન કમિશનના પ્રચંડ વિરોધ સ્વરૂપે ‘ગો બેક સાયમન’ લખેલી પતંગ હોય, ખરા અર્થમાં આ પતંગ જનમાનસને પ્રતિબિંબિત કરે છે. અફઘાન-અમેરિકન લેખક ખાલિદ હુસેનીની પ્રખ્યાત કથા ‘ધ કાઇટ રનર’ પરથી એ જ નામની ફિલ્મ બની. કાબુલના આકાશમાં ઊડતી બે છોકરાઓની પતંગ, સરહદની બહાર ભાગતી રેફ્યુજીઓની જીદંગી, બાપ-દીકરાનો સંબંધ, મા વગરના સંતાનનો સંતાપ, સ્ત્રી પરનું જાતીય શોષણ સાથે અફઘાનિસ્તાનમાં રાજાશાહીની પડતીને ‘કાઇટ રનર’ના શીર્ષક સાથે વર્ણવી. પતંગ યુદ્ધમાં હસનની સફળતા હોય કે આમિર અને હસનના વચ્ચેની કપાયેલી દોર હોય પતંગની ચડતી-પડતી સાથે સમાજ અને પરિવારના જીવનના અલગ અલગ દાવ પેચ લખાયા અને વંચાયા. લાંબી લાકડીમાં તીક્ષ્ણ હથિયાર કે જાળું ભરાવીને પતંગ લૂંટી પછી લૂંટાયેલી પતંગ વેચવા બેઠેલા કાઇટ રનરની કહાનીઓમાં પણ આવા અનેક ભૂખરા રંગો અને ચરિત્રો હશે. તમારી અને એમની પતંગમાં ફરક માત્ર એટલો જ છે કે એ કપાયેલી પતંગ વેચે છે ત્યારે એમના ફાટી ગયેલા ગજવામાં એકાદ નવો ટેભો ભરાય છે. કટોકટી વખતે જન્મેલ અવિનાશ વ્યાસનું ગીત ‘કટ્ટ્મ કટ્ટી કટોકટી, ઉંધી ચત્તી કટોકટી, રંગીલો સંસાર ગગનમાં રંગીલો સંસાર..’ જો ના વાંચ્યું કે સાંભળ્યું હોય તો ગુગલ સર્ચ કરીને વાંચજો. અવિનાશભાઈએ પતંગને શ્વાસ આપતા લખ્યું છે કે, ‘કાગળ જેવી કાયમ માયાનો નહીં, પાર કોઇ કોઇને ખેંચી કાપે, કોઇની ઢીલ કોઇને સંતાપે, કોઇ કપાતું આપોઆપે, કોઇ કપાતું કોઇના પાપે.’ એક એક શબ્દ વાંચશોને તમે ખુદ એક પતંગ બનતા જશો. ગુલશન નંદાના ‘કટી પતંગ’ ઉપન્યાસ પરથી બનેલી ફિલ્મ ‘કટી પતંગ’ જોઈ હશે. નાજુક અને વિચિત્ર સંજોગોથી ઘેરાયેલ એક સ્ત્રીની વાત છે-જેમાં વૈધવ્ય જીવતી સ્ત્રીના સંવેદનો પણ છે, સુંદર યુવતીના સપના પણ છે અને એકલી સ્ત્રી સાથે જોડાયેલ સમાજની માનસિકતા પણ છે. ‘ઢીલ દેદે દેદે રે ભૈયા’ ગીત યાદ છે ને? ગુજરાતી પૃષ્ઠ ભૂમિ અને મૈત્રીયી દેવીની ‘ન હન્યતે’ કથાના અંશને ગૂંથીને બનાવેલી ફિલ્મ આમ તો પ્રણય કથા હતી પરંતુ એમાં પતંગ સાથે માંજાને મહત્ત્વ આપીને જીવનની અગાશી બતાવી હતી. પતંગ ફિલસુફી છે, પતંગ મારા તમારા જેવો શ્વાસ લેતો એક માણસ છે. પતંગ સજીવ છે. પતંગ સુખી પણ થાય છે અને દુઃખી પણ થાય છે, પતંગ ક્યારેક વાચાળ કવિતા છે તો ક્યારેક રડમસ મરશિયું છે. પતંગ હું છું અથવા હું પતંગ છું, તમે પતંગ છો. પતંગ નવોઢાના ખ્વાબ છે અને વિધવા સ્ત્રીના નિશ્વાસ પણ છે.
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતાં રહીએ:પતંગોત્સવની ધર્મકથા छ: ભીષ્મએ નિર્વાણ માટે ઉતરાયણનો દિવસ કેમ પસંદ કર્યો?
    Next Article
    સુનામી:દરેક લગ્નની એક્સપાયરી ડેટ તો હોય જ છે પણ એક રિન્યૂઅલ ડેટ પણ હોય છે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment