Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેશન:ઉતરાયણ માટે બનો પરફેક્ટ રેડી... કપડાંથી લઈને સનકેર સુધી!

    1 day ago

    ઉતરાયણ માત્ર પતંગોનો તહેવાર નથી, પરંતુ ખુલ્લા આકાશ નીચે આખો દિવસ જીવંત રહેવાનો દિવસ છે. ટેરેસ પર દોડધામ, પવનમાં ઉડતા વાળ, સૂર્યની ગરમી, આનંદ અને ઉજવણી આ બધું વચ્ચે એક સવાલ તો થાય જ છે, ‘સ્ટાઇલ પણ રહે અને કમ્ફર્ટ પણ’ એ માટે કેવી રીતે તૈયાર થવું? આ રહી ઉત્તરાયણની ફેશન + કેર ચેકલિસ્ટ જેથી તમે આખો દિવસ એનર્જેટિક, કોન્ફિડન્ટ અને સ્ટાઇલિશ રહી શકો. કયા કપડાં પહેરવા? • ઉતરાયણમાં આખો દિવસ સૂર્યપ્રકાશ, પવન અને હલનચલનમાં વીતે છે, એટલે ભારે કે સિન્થેટિક ફેબ્રિક પહેરવાથી દૂર રહો. • કોટન, લિનન, રેયોન જેવા હળવા અને શ્વાસ લેતા કાપડ પસંદ કરો. • થ્રી-ફોર્થ સ્લીવ્સ અથવા લાઈટ જેકેટ સન પ્રોટેક્શન માટે બેસ્ટ • પલાઝો, કોટન ટ્રાઉઝર કે જીન્સ મૂવમેન્ટ માટે કમ્ફર્ટેબલ. • ફ્રિલ/વધારે ઝૂલતા કે લાંબા આઉટફિટ ટાળો (સેફ્ટી માટે) કલર ચોઈસ • યલો, સ્કાય બ્લ્યૂ, પેસ્ટલ પિંક, લાઈમ ગ્રીન, વ્હાઈટ જેવા રંગો હીટ ઓછી એબઝોર્બ કરે છે. • ડાર્ક કલર ગરમી વધારે આકર્ષે છે, તેથી ડે ટાઈમમાં લાઈટ શેડ વધુ સારા. કેવા ફૂટવેર • ફ્લેટ અથવા સ્નીકર્સ બેસ્ટ. • સ્લિપ-પ્રૂફ સોલ હોવી જોઈએ. • બેક સ્ટ્રેપવાળી સેન્ડલ વધારે સિક્યોર. • હાઈ હીલ કે સ્લાઇડર્સ ટાળો ગોગલ્સ જે ફેશન અને આઈ પ્રોટેક્શન બંને આપે! • UV-400 પ્રોટેક્શન વાળા સનગ્લાસ પસંદ કરો. • પોલરાઈઝ્ડ લેન્સ ગ્લેર ઘટાડે છે. • ઓવર સાઇઝડ અથવા રેપ સ્ટાઇલ શેડ્સ આંખોને સંપૂર્ણ કવર કરે. કેવી હેટ/કેપ પસંદ કરવી? • કેપ અને હૅટ માત્ર ઍક્સેસરી નથી એ સનશીલ્ડ અને હેર પ્રોટેક્શનનું કામ કરે છે. • બ્રોડ બ્રિમ હૅટ / બકેટ હૅટ (ચહેરો અને ગળું બંને કવર થાય) • કોટન કેપ (સ્વેટ-ફ્રી) બંદાના / સ્કાર્ફ (પવનમાં પણ સિક્યોર) • મેટલ પીન, શાર્પ હેર ઍક્સેસરી અવોઇડ કરો. • સનસ્ક્રીન જરૂર લગાવવું- માત્ર સ્કિન માટે નહીં, હેલ્થ માટે પણ! • ઉતરાયણમાં 4–6 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે છે. એટલે સનસ્ક્રીન ઓપશન નહીં જરૂરિયાત છે. • SPF 30+ અથવા SPF 50 વધુ સારું. • UVA + UVB સનસ્ક્રીન પસંદ કરો. • 20 મિનિટ પહેલાં લગાવો. • દર 2–3 કલાકે ફરી લગાવો. • ચહેરા સિવાય અહીં પણ લગાવવું જરૂરી: ગળું, હાથ, કાન પાછળ, પગના ખુલ્લા ભાગે હાઈડ્રેટ રહેવાનું ભૂલશો નહીં • ટેરેસ પર પવનમાં ઊભા રહીએ ત્યારે શરીરમાં પાણીની કમી થતી રહે છે અને આપણે ઘણીવાર ધ્યાન પણ આપતા નથી.દર કલાકે પાણીના નાનકડા સિપ લો. લીંબુ પાણી / છાસ / ફ્રૂટ જ્યુસ બેસ્ટ.કેફીનેટેડ ડ્રિંક્સ ઓછા લો. • યાદ રાખો...હાઇડ્રેશન = એનર્જી + સ્કિન ગ્લો ટેરેસ-ડે એસન્શિયલ્સ કીટ • સનસ્ક્રીન-વેટ વાઈપ્સ-પાણીની બોટલ-બૅન્ડએડ વગેરે ભૂલ્યા વગર સાથે લઈ લો. • ઉતરાયણનો આનંદ ત્યારે જ સાચો લાગે જ્યારે સ્ટાઇલ, કમ્ફર્ટ અને સેફ્ટી ત્રણે બેલેન્સમાં હોય.
    Click here to Read More
    Previous Article
    સજાવટ:ધાબાની અઘરી સફાઈને બનાવો સહેલી!
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:પતંગોત્સવની ધર્મકથા छ: ભીષ્મએ નિર્વાણ માટે ઉતરાયણનો દિવસ કેમ પસંદ કર્યો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment