Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:ધાબાની અઘરી સફાઈને બનાવો સહેલી!

    23 hours ago

    દિવ્યા દેસાઇ ઉત્તરાયણનો ઉત્સવ પૂરો થાય પછી ટેરેસ પર નજર કરો તો પતંગના કાગળ, દોરી, ખોરાકના અવશેષો અને ધૂળ-માટી દેખાય. આ બધું સમયસર અને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ગંદકી જામી જવાની સાથે પક્ષીઓને નુકસાન થવાનો ખતરો પણ વધી શકે છે. તેથી ઉત્તરાયણ પછીની સફાઈને હળવાશથી નહીં, પરંતુ આયોજનપૂર્વક કરવી જરૂરી છે. સૌપ્રથમ ટેરેસ પર ફેલાયેલા પતંગના ટુકડા કે ફિરકીની દોરી, ડિસ્પોઝેબલ કપ-પ્લેટ, ચીકીના કાગળ વગેરે કચરાને એકઠાં કરો. કાગળ અને દોરી અલગ રાખો જેથી રિસાયકલ કરી શકાય. ખાસ ધ્યાન રાખો કે કોઈ દોરી ડ્રેનેજમાં ફસાઈ ન જાય. ઝાડૂથી આખી ટેરેસ સાફ કરો. ખૂણાં, રેલિંગ પાસે અને પાણી નીકળવાની જગ્યાએ વધારે કચરો જમા થતો હોય છે. હળવા ડિટર્જન્ટ અથવા વિનેગર અને પાણીના મિશ્રણથી પોતું કરો. જો ક્યાંક તેલિયા કે ચીકીના દાગ હોય તો બેકિંગ સોડા છાંટી થોડો સમય રાખીને પછી બ્રશથી સાફ કરો. ડાઘ સરળતાથી દૂર થશે. ભારે કેમિકલ ક્લીનરથી બચવું, કારણ કે તે ટાઇલ્સ અને છોડને નુકસાન પહોંચાડી શકે છે. ટેરેસ પર રાખેલા કુંડાં, ટેબલ-ચેર જેવું કોઈ ફર્નિચર રાખ્યું હોય તો ત્યાં અને રેલિંગ્સની આસપાસ વીંટળાયેલી દોરી અથવા કાગળ ચીવટ રાખી ચોક્કસ દૂર કરો. પક્ષીઓ માટે પણ ટેરેસ સુરક્ષિત રહે તે માટે કોઈ દોરી રહી ગઈ હોય તો ધ્યાનથી તપાસી લો. બાળકોને પણ સફાઈમાં તમારી સાથે જોડો. ટિપ્સ • સફાઈ કરતી વખતે હાથમોજાં પહેરો. • ડ્રેનેજ ખુલ્લું છે કે નહીં તે તપાસો. • સફાઈ પછી ટેરેસ પર પક્ષીઓ માટે પાણીનું વાસણ મૂકો. ઉત્તરાયણ પછી થોડી કાળજી અને નિયમિતતા સાથે ઉત્સવની મીઠી યાદો જ રહે, ગંદકી નહીં.
    Click here to Read More
    Previous Article
    બ્યૂટી:પિમ્પલ પેચ: નાનું સ્ટિકર, મોટું કામ!
    Next Article
    ફેશન:ઉતરાયણ માટે બનો પરફેક્ટ રેડી... કપડાંથી લઈને સનકેર સુધી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment