Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોબન છલકે:નવા વર્ષની શરૂઆત

    1 week ago

    શેફાલી પંડ્યા ‘અમી’ ન્યૂયરના આગમન પૂર્વે રાજસી ક્લબમાં સેલિબ્રેશન હતું. મોટા ભાગનાં યંગસ્ટર્સ માટે રાજસી ક્લબ ન્યૂ યર ઇવ માટેનું ફેવરિટ સ્થળ હતું. સોનિયા અને રાજે પણ નક્કી કર્યું હતું કે નવા વર્ષના આગમનને રાજસી ક્લબના સેલિબ્રેશન પ્રોગ્રામ વખતે વધાવીશું. રાજ અને સોનિયા કોલેજમાં સાથે જ ભણતાં હતાં. તેમનાં ગ્રૂપમાં બીજા પણ બે-ત્રણ યુવક-યુવતીઓ હતાં. ગ્રૂપમાંનાં બધાં તો આવી શકે એમ નહોતાં, પણ સોનિયા અને રાજે તો નક્કી જ કરેલું. સેલિબ્રેશનનો સમય રાત્રિના નવ વાગ્યા પછીનો હતો. સોનિયા તૈયાર થઇને રાજના ઘરે પહોંચી. ત્યાં તેની બહેનપણી સીમા પણ હતી. થોડી વારમાં રાજના એક-બે મિત્રો પણ આવી પહોંચ્યા અને આખું ગ્રૂપ એક મિત્ર આકાશની કારમાં બેસી રાજસી ક્લબ તરફ રવાના થયું. સેલિબ્રેશનમાં બીજું તો શું હોય? કોલ્ડડ્રિંક્સ અને જાતભાતના નાસ્તા અને સેન્ડવિચીઝ… હા, ન્યૂ યરને વધાવવા માટેની કેક અવશ્ય હતી. બધાં મોજથી રાજસી ક્લબ પહોંચ્યાં અને બીજાની સાથે મળી મસ્તી, વાતો કરતાં નવા વર્ષના આગમનની રાહ જોવા લાગ્યા. રાજની નજર સામે ઊભેલી એક સુંદર યુવતી પર ગઇ. એ એકલી જ ઊભી હતી. કદાચ સાથે કોઇ નહોતું. રાજે સોનિયાને ઇશારાથી નજીક બોલાવતાં કહ્યું, ‘જો પેલી યુવતી… એકલી જ લાગે છે. ચાલ, આપણે એને બોલાવીએ.’ સોનિયાએ કહ્યું, ‘જવા દે ને, અજાણી યુવતીને બોલાવવાની શી જરૂર છે?’ છતાં રાજે કહ્યું, ‘સોના, જો ને એ કેટલી શાંત ઊભી છે. કોઇની કંપની હોય એવું લાગતું નથી. આપણે આટલાં બધાં છીએ, તો આપણી સાથે મળીને થોડી ખુશ થશે.’ સોનિયાને પણ થયું કે રાજની વાત તો સાચી છે. એણે રાજને કહ્યું, ‘તું જઇને બોલાવી આવ. હું અહીં જ છું.’ રાજ એ યુવતી પાસે પહોંચ્યો અને શેક-હેન્ડ માટે હાથ લંબાવતાં બોલ્યો, ‘હલ્લો… મારું નામ રાજ છે. તમે એકલાં જ આવ્યાં છો?’ યુવતીએ રાજને માથાથી પગ સુધી એક નજર જોયો અને બોલી, ‘હા, મારા કલીગ્સ આવવાનાં હતાં, પણ હજી કોઇ આવ્યા નથી. હું એમની રાહ જોઉં છું.’ રાજ બોલ્યો, ‘એ લોકો આવે ત્યાં સુધી એકલાં ઊભાં રહેશો? તેના બદલે અમારી સાથે જોડાઇ જાવ… મજા આવશે.’ ફરી એ યુવતીએ રાજ સામે જોયું. રાજના ચહેરા અને સ્વરમાં રહેલ નિર્દોષતા એને સ્પર્શી ગઇ. એ સ્મિત કરીને રાજ સાથે આવવા તૈયાર થઇ ગઇ. રાજે પોતાના ગ્રૂપનો પરિચય એ યુવતીને કરાવ્યો અને સહેજ અચકાયો, ‘સોરી… હું તો તમારું નામ જ પૂછવાનું ભૂલી ગયો!’ એ યુવતી હસીને બોલી, ‘મારું નામ ગર્વિતા છે…’ ‘વા…હ! સરસ નામ છે તમારું.’ સમય એની ગતિએ પસાર થવા લાગ્યો અને જોતજોતામાં પોણા બારનો સુમાર થઇ ગયો. બધાંનાં હૈયા ધડકતા હતા અને હવે તો સૌને ઇન્તેઝારી હતી, ક્યારે ઘડિયાળના બંને કાંટા ભેગા થાય અને નવા વર્ષને વધાવીએ. થોડી થોડી વારે બધાં પોતાની ઘડિયાળમાં નજર કરતાં હતાં. બારનો ટકોરો થતાં જ ક્લબની લાઇટ્સ બંધ થઇ ગઇ. ચારે બાજુ ફટાકડા ફૂટવા લાગ્યા અને બધાં ચિચિયારીઓ પાડીને નવા વર્ષને વધાવવા લાગ્યાં.… એવામાં એક ચીસ સંભળાઇ. ઝડપથી લાઇટ્સ ચાલુ થઇ અને… જોયું તો સોનિયાને બે અજાણ્યા યુવાનોએ જોરથી પકડી રાખી હતી. એ તેમની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ બંને યુવાનોની પકડ મજબૂત હતી. રાજની સામે આશાસ્પદ નજરે સોનિયા જોઇ રહી હતી, પણ રાજ આ હટ્ટાકટ્ટા યુવાનોને જોઇ આગળ વધવાનું સાહસ કરવા તૈયાર નહોતો. અચાનક ગર્વિતાએ એ યુવાનોને કહ્યું, ‘એય… હીરો… છોડ એ છોકરીને…’ ‘એને છોડીને તને પકડીએ?…’ એક યુવાને આંખ મારતાં કહ્યું. બીજી જ મિનિટે ગર્વિતા પોતાની જગ્યાએથી ઉછળી અને એણે જોરથી કિક મારતાં એ યુવાનનું જડબું તૂટી ગયું. સોનિયાનો હાથ એના હાથમાંથી છૂટી ગયો. કોઇ કંઇ વિચારે કે સમજે તે પહેલાં ગર્વિતાના પગની કિકથી બીજો યુવાન પણ દૂર ફંગોળાઇ ગયો. સોનિયા દોડીને ગર્વિતાની પાછળ જતી રહી. ગર્વિતાએ એને રાજ તરફ હડસેલી અને પેલા બંને યુવાનો પર કરાટેના દાવપેચ અજમાવવાના શરૂ કરી દીધા. બધાએ બંને યુવાનને પકડી લીધા. સોનિયા હજી પણ ગભરાયેલી હતી. પોલીસની જીપ આવી પહોંચતાં તેમાંથી ઊતરેલા બે કોન્સ્ટેબલે પેલા યુવાનોને પકડીને જીપમાં બેસાડી દીધા. ગર્વિતા જાણે કંઇ જ બન્યું ન હોય એમ શાંતિથી સોનિયા પાસે આવી. સોનિયા બોલી, ‘તમે કરાટે ચેમ્પિયન છો? રાજ પણ ગર્વિતા સામે જોઇ રહ્યો હતો. ગર્વિતાએ જવાબ આપ્યો, ‘હું આ એરિયાના પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ છું. દર વર્ષે આવા કિસ્સાઓ ક્લબ કે હોટલ્સમાં બને છે. તે અટકાવવા અમે આ વર્ષે આવો પ્લાન બનાવ્યો હતો… તમારે હવે ગભરાવાની જરૂર નથી. શાંતિથી ઘરે જાવ… નવા વર્ષની શરૂઆત સારી થઇ છે… તમને સૌને નવા વર્ષની શુભેચ્છા…’ અને ગર્વિતા પોતાની જીપમાં બેસીને રવાના થઇ.
    Click here to Read More
    Previous Article
    દૂધના દાંત:નાના દાંતનું મોટું મહત્ત્વ!
    Next Article
    સેતુ:મજા આવી ગઈ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment