Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધના દાંત:નાના દાંતનું મોટું મહત્ત્વ!

    1 week ago

    ડૉ. ગુંજન બારોટ પ્રકૃતિ કોઈપણ કામ કારણ વિના કરતી નથી, તે તેનું આયોજન હંમેશાં સમય, જરૂરિયાત અને વિકાસને ધ્યાનમાં રાખીને કરે છે. તેથી જ મનુષ્યોને પણ જીવનકાળ દરમિયાન દાંતના બે સેટ મળે છે. નાનકડા દૂધનાં દાંત માત્ર બાળપણનો એક પડાવ નથી, પરંતુ પ્રકૃતિની એક સુંદર અને સમજદારીપૂર્વક રચાયેલી પદ્ધતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. એક પુખ્ત વ્યક્તિ પાસે 32 કાયમી દાંત હોય છે, જ્યારે બાળકને માત્ર 20 દૂધનાં દાંત મળે છે, કારણ કે તેનું જડબું હજી વિકસતું હોય છે. આ 20 દાંત બાળકના ઉંમર અને વિકાસ માટે સંપૂર્ણ રીતે પર્યાપ્ત હોય છે. દૂધનાં દાંત ફક્ત ખોરાક ચાવવા માટે જ નથી, પરંતુ તેઓ બાળકના મોઢાનાં સંપૂર્ણ વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ દાંત બાળકની સ્પષ્ટ વાચા વિકસવામાં અને તેને સાચી રીતે બોલવામાં મદદ કરે છે, કારણ કે ઘણા અક્ષરોનો ઉચ્ચાર દાંત અને જીભના યોગ્ય સંયોજન પર આધાર રાખે છે. તદુપરાંત, દૂધના દાંત, ભવિષ્યમાં આવનારાં કાયમી દાંતો માટે જરૂરી જગ્યા પણ જાળવી રાખે છે. જ્યારે દૂધનો દાંત સમય પહેલાં પડી જાય છે, ત્યારે આજુબાજુના દુધિયા દાંત તે ખાલી બનેલ જગ્યા તરફ ખસે છે, જેનાં કારણે ભવિષ્યમાં કાયમી દાંત ખોટી જગ્યાએ અને વાંકાચૂકા પણ આવી શકે છે. સ્વસ્થ દૂધનાં દાંત આવનારાં કાયમી દાંત માટે યોગ્ય માર્ગદર્શન આપે છે અને ભવિષ્યમાં દાંતની ગોઠવણી અને ઓર્થોડોન્ટિક સમસ્યાઓ અટકાવવામાં મદદરૂપ બને છે. બાળકના દાંતનો વિકાસ ખૂબ વહેલો શરૂ થાય છે. સામાન્ય રીતે પ્રથમ દૂધનો દાંત લગભગ 6 મહિનાની ઉંમરે ઉગવા લાગે છે. આ બાળકના શારીરિક વિકાસનો એક મહત્ત્વપૂર્ણ પડાવ છે અને આ સમયથી જ મોઢાની સફાઈ અને દાંતની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી બને છે. પીડિયાટ્રિક અને પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ (બાળકોના દાંતનાં ડોક્ટર) બાળકનાં વધતા દાંત અને સારવાર દરમિયાન બાળકોની મનોસ્થિતિ સમજવામાં તજજ્ઞ હોય છે. સમયસર લીધેલી ડેન્ટલ વિઝિટ દ્વારા દાંતની સમસ્યાઓ ઉભી થતી પહેલાં જ અટકાવી શકાય છે અને મોઢાની યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન મેળવી શકાય છે. સામાન્ય રીતે બાળકની પહેલી ડેન્ટલ વિઝિટ પ્રથમ દાંત આવ્યાનાં 6 મહિનાની અંદર હોવી સલાહભરી છે, જેથી શરૂઆતથી જ દાંતની યોગ્ય દેખરેખ રાખી શકાય અને તેના વિશે માર્ગદર્શન મેળવી શકાય. કારણ કે શરૂઆતથી લેવામાં આવેલી સંભાળ ભવિષ્યમાં થતી દાંતની ઘણી સમસ્યાઓ અટકાવી શકે છે. પીડિયાટ્રિક ડેન્ટલ ફેક્ટ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દૂધના દાંતને ‘દૂધના દાંત’ કેમ કહેવામાં આવે છે? આ માત્ર એટલા માટે નથી કે તેઓ બાળપણમાં આવે છે. તેનું એક રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છે. દૂધના દાંત અને દૂધનો રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ સરખો હોય છે, જેના કારણે દાંત દૂધિયા સફેદ દેખાય છે. પ્રકૃતિએ સુંદરતાથી બાળપણની નિર્દોષતા અને નાજુકતાને દાંતના રંગમાં પણ ઉતારી છે.
    Click here to Read More
    Previous Article
    Top News Today: ट्रंप का 'ऑपरेशन क्लीन', गुजरात में PM, Iran को धमकी देखे बड़ी खबरें | Live
    Next Article
    જોબન છલકે:નવા વર્ષની શરૂઆત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment