Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:રામમનોહર લોહિયા અને રમા મિત્રાની અનોખી પ્રણય-કથા!

    5 days ago

    ઇતિહાસ પણ ક્યાંથી ક્યાં દોરી જાય છે, આંગળી પકડીને? હમણાં એક અભ્યાસી સચિવ (શાસનમાં તો ખરા જ, પણ સંસ્કૃતિ-અધ્યાત્મ-સંગીતમાં પણ એટલા જ ઊંડા!) સાથે નરસિંહ મહેતાની વાત થતી હતી, તેમાં બીજાં કેટલાંક પાત્રો ઉમેરાયાં. અને મને યાદ આવી ગયા ડૉ. રામમનોહર લોહિયા. ભારતીય રાજકારણમાં સાવ અલગ રીતે યાદ કરવા પડે તેવા ચિંતક રાજનેતા. તેમણે જવાહરલાલ નહેરુને સંસદમાં પડકાર્યા, શ્રીમતી ઇન્દિરા ગાંધીની આલોચના કરી, વિનોબાજીના અધૂરા દર્શનની વાત કરી અને જયપ્રકાશ નારાયણની ખામીઓ પણ બતાવી. દેશના નાગરિકની સરેરાશ આવક કેટલી છે, તેની ચર્ચા કરતા અર્થશાસ્ત્રીઓ અને રાજનેતાઓને તેમણે મજબૂર કરી દીધા. તિબેટ વિશે સબળ અવાજ ઉઠાવ્યો, ‘રામાયણ-મેળા’ની શરૂઆત કરી અને દેશને હવે કોંગ્રેસની કોઈ જરૂર નથી તેવી દૃઢ માન્યતા સાથે ‘બિન-કોંગ્રેસવાદ’નો ઝંડો ઉઠાવ્યો. રાજકારણમાં ભારતીય જનસંઘને સાથે લઈને તેમણે ‘ભારત-પાકિસ્તાન મહાસંઘ’નો વિચાર મૂક્યો. ભારત વિભાજન સમયે ગાંધીજી કેમ નિર્બળ પુરવાર થયા તેની નિખાલસ ચર્ચા કરી. મૌલાના આઝાદના પુસ્તક ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં દેખાતા પૂર્વગ્રહોનો જલદ જવાબ આપતી પુસ્તિકા ‘ગિલ્ટી મેન ઓફ 1947’ લખી. ભારતમાં શિવ, કૃષ્ણ અને રામ વિશેની તેમની સાંસ્કૃતિક વિચારણાનું અનેરું મહત્વ છે. જાતિવાદ વિશે આટલું ઊંડું અને સ્પષ્ટ ચિંતન ભાગ્યે જ બીજા કોઈ રાજપુરુષે કર્યું હશે. તે સમયે તેમના વિચારો ઘણાને તોફાની બારકસ જેવા લાગતા, એટલે જ તેઓ કહેતા કે: ‘મારી વાત મારા મૃત્યુ પછી જ લોકો સમજી શકશે.’ હમણાં તેમના પત્રોનો સંચય પ્રકાશિત થયો છે: ‘લોહિયાનાw હતું. 1942ના આંદોલનમાં ભાગ લેતી વખતે તેમને લોહિયા સાથે ઋણાનુબંધનો અહેસાસ થયો. વિચાર અને લાગણીનો એકસાથે અનુભવ થયો. સમાજવાદી વિચારને સાચા અર્થમાં પ્રસ્થાપિત કરવાની બંનેમાં સમાન ઉત્કટતા હતી. લગ્નના ઔપચારિક રિવાજ વિના બંને સાથે રહ્યા. આજે જેને ‘લિવ-ઇન’ કહેવામાં આવે છે, તેને વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં સમાજની વચ્ચે પ્રતિષ્ઠિત બનાવવાનું કામ સહેલું નહોતું; એ પણ જ્યારે તમે જાહેર જીવનમાં જાણીતા હો ત્યારે. રમા મિત્રા પોતે એક ઉદ્યોગ-સંસ્થાન ચલાવતા હતા, પણ તેમની બીજી વિશેષતા દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકેની હતી. બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે બાંગ્લાદેશના ચિત્તાગોંગ (ચટગ્રામ)માં ક્રાંતિકારી માસ્ટર સૂર્યસેનની મંડળીમાં સામેલ થઈને શસ્ત્રાગાર ધાડમાં પણ ભાગ લીધો હતો. અવધૂત રાજકારણી રામમનોહર અને અત્યંત સંવેદનશીલ વિદુષી રમા મિત્રા વચ્ચે અદભુત પ્રેમ હતો. કોઈવાર તો લોહિયાએ એક જ દિવસમાં ત્રણ-ત્રણ પત્રો લખ્યા છે! તેમાં સાહસ અને ગાઢ પ્રેમ વ્યક્ત થતો. રમા સંશોધનમાં ઉત્તમ કામ કરીને ડૉક્ટરેટની પદવી મેળવે તેવી લોહિયાની ઈચ્છા હતી. તેમની અંદર ગુણાત્મક રાજનીતિનું ઝનૂન અને બદલાવ માટે ગમે તે કરવાની વૃત્તિ હતી. એક પત્રમાં તેમણે રમાને લખ્યું હતું: ‘શાર્ક માછલી, ઉંદર અને કાચબો — આ ત્રણ રાજકારણ માટે એકદમ ફિટ છે. તેમ છતાં રાજનીતિ એ અલ્પકાલીન ધર્મ છે અને ધર્મ એ ચિરંતન રાજનીતિ છે. આ બંને મનુષ્ય જાતિના સર્વોચ્ચ ગુણ છે.’લોહિયાના સાર્વજનિક જીવનથી તો આપણે પરિચિત છીએ, પણ રમા-રામ વચ્ચેની આ અદ્વૈત કથા અનોખી છે. તેઓ પત્રોમાં રમાને અનેક મધુર સંબોધનો કરતા. વિદેશ યાત્રાએ જાય તો ત્યાંથી તેના માટે ફૂટવેર ખરીદતા. રમા પણ જ્યારે જર્મની જતી ત્યારે ‘રામ’ માટે એલચી અને લવિંગના મિશ્રણની વ્યવસ્થા કરતી. ક્યારેક પત્રોમાં ગુસ્સો પણ ઠાલવતા. એકવાર સારનાથ આવવાનો આગ્રહ કરતાં લખ્યું: ‘પ્રિય ઇલા, સારનાથમાં ત્રણ દિવસ રહીશું. બીજું કોઈ કામ કરીશ નહીં.’ ક્યારેક આયોજન મુજબ કામ ન થાય તો લખતા: ‘પ્રિય ઇલુરાણી, તારો પત્ર મળ્યો. ગોરખપુર પહોંચ્યા પછી છેક ત્રણ દિવસે મને તારા વિશે ખબર પડી. નક્કી કરેલા આયોજનનું પાલન થયું નથી. હું તો કોઈ દુર્ઘટનાની કલ્પના કરતો રહ્યો. તારા પર ભરોસો ન રાખું તો તે ઠીક નથી.’ લોહિયાને રમાનું બીજા કોઈની સાથેનું આયોજન (ભલે તે તદ્દન ઔપચારિક હોય) ક્યારેય ગમતું નહીં. એકવાર તો તેમણે લખ્યું કે તારી સાથેના બીજા પ્રેમીઓની વાતો મને પસંદ નથી, તેના કરતાં બહેતર છે કે તું કોઈની સાથે લગ્ન કરી લેજે. એકવાર રમાએ પૂછ્યું: ‘તમને મારી યાદ આવે છે?’ ત્યારે ગુસ્સામાં જવાબ મળ્યો: ‘હું તને યાદ કરું છું કે નહીં એવું પૂછવાનું બંધ કરી દેજે.’ 1960નો એ દાયકો લોહિયા માટે રાજકીય રીતે ઘોર નિરાશાનો હતો. ‘હું સફળ કેમ થતો નથી?’ તેવું તેઓ પૂછતા રહેતા. એકવાર તો તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ એક નેતા કે લેખક — કશું જ બની શક્યા નથી. લોહિયા કોંગ્રેસને એક કપટી પક્ષ માનતા. તેમના મતે આ પક્ષ માત્ર શ્રીમંતો, પ્રભાવશાળી લોકો અને અંગ્રેજી બોલનારાઓનો હતો. જોકે, 1967ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે આઠ રાજ્યોમાં સત્તા ગુમાવી, ત્યારે વિશ્લેષકોએ તેને ‘1967ની ક્રાંતિ’ ગણાવી. મધુ લિમયેએ પણ નોંધ્યું છે કે લોહિયા કોંગ્રેસને નષ્ટ કરીને જ ભારતીય રાજનીતિમાં બદલાવ આવશે તેમ દૃઢતાથી માનતા હતા અને તેમણે પોતાનું જીવન એ ઝુંબેશમાં સમર્પિત કરી દીધું હતું. એક અજાણ વિગત એ પણ છે કે લોહિયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને સમાજવાદી પક્ષમાં લાવવા માંગતા હતા. તેમણે પત્ર લખીને ઈચ્છા વ્યક્ત કરી હતી કે આંબેડકર માત્ર અનુસૂચિત જાતિના નહીં, પણ સમગ્ર ભારતના નેતા બને. આંબેડકર પણ નવા પક્ષ માટે સહમત થયા હતા અને 1956માં બંને વચ્ચે બેઠક નક્કી થઈ હતી. પરંતુ, તે બેઠક થાય તે પહેલાં જ 6 ડિસેમ્બર, 1956ના રોજ ડૉ. આંબેડકરનું અવસાન થયું. લોહિયા કદાચ એક એવા પક્ષની રચના કરવા માંગતા હતા જેમાં સામ્યવાદીઓનું આર્થિક ઉત્થાન અને જનસંઘના રાષ્ટ્રવાદનું મિલન હોય. ઇતિહાસ પણ કેવી કેવી ગલીઓમાં પોતાનું ગુમનામ અસ્તિત્વ ધરાવતો હોય છે!
    Click here to Read More
    Previous Article
    ગૌરવ તિવારી કેસ-1:ભારતના પ્રથમ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટરનું મોત કેવી રીતે થયું?
    Next Article
    નીલે ગગન કે તલે:મૈલે પૈર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment