Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:અર્નેસ્ટ શેકલટનએક અજેય સાહસી

    4 days ago

    હમણાં પાંચમી જાન્યુઆરી ગઈ. આ તારીખે 124 વર્ષ અગાઉ સાક્ષાત હિંમત, જીજિવિષા અને મક્કમતાના પ્રતીક સમાન માનવીનો દેહવિલય થયો હતો. એમનું નામ સર અર્નેસ્ટ શેકલટન. આ એંગ્લો-આઈરિશ માનવીએ એન્ટાર્કટિકાના બરફમાં ગજબનાક કૌવત દાખવ્યું હતું. આ એન્ટાર્કટિકામાં સાહસ ટુકડી લઈ જવાના આરંભિક દિવસોના અમુક મુખ્ય સ્તંભમાં અર્નેસ્ટ એક હતા. 1914 અને 1917 વચ્ચે શેકલટને હાથ ધરેલા ઈમ્પિરિયલ ટ્રાન્સ એન્ટાર્કટિકા અભિયાનના ભાગ રૂપે ‘એન્ડ્યુરન્સ’નું મિશન બરફાચ્છાદિત એન્ટાર્કટિકાને પાર કરવાનું હતું. આ અસાધારણ ગણાય ત્યારે અને અત્યારે. શેકલટનના આ સાહસમાં એમની સાથે નરબંકા, 69 શ્વાન અને ‘મિસિસ ચિપ્પી’ નામની બિલાડી હતાં. પ્રથમ ગ્રાસે મક્ષિકા રાહ જોઈ રહી હતી. શેકલટન આણિ મંડળી જહાજ પર તો ચડી ગયાં, પણ દસ મહિનાથી થીજી ગયેલો બરફ ‘એન્ડ્યુરસ’ની રાહ જોઈ રહ્યો હતો. હવે ઉપર આકાશ, નીચે બરફ, ચોમેર ભેંકાર શાંતિ અને બચવાની શક્યતા? નહીવત, પણ શેકલટનમાં 101 ટકા આશાવાદ થનગને. પાંચમી ડિસેમ્બર, 1914ના રોજ સાઉથ જ્યોર્જિયાથી ઉપડેલી ‘એન્ડ્યુરસ’ની આ સફર વધુ મહત્ત્વપૂર્ણ હતી, સીમાચિહ્નરૂપ બની શકે એવી હતી, કારણ એ કે આ સાહસના આગેવાન અર્નેસ્ટ શેકલટન અગાઉ સાઉથ પોલ પહોંચવામાં બે વાર નિષ્ફળ રહ્યા હતા. તેઓ કોઈ પણ રીતે એન્ટાર્કટિકાના વેડેલ સી કોસ્ટ પર એક થાણું બનાવવા કટિબદ્ધ હતા. બે દિવસની સફર બાદ જહાજ બરફના જાડા થર સુધી પહોંચી ગયુ. આ ટાઢોબોળ થર એન્ટાર્કટિકા ઉપખંડ પહોંચવામા અડીખમ અવરોધ બનીને પથરાયેલો હતો. નાછૂટકે બધાં જહાજ પરથી ઉતરી ગયાં અને બરફ પર છાવણી બનાવી. પરંતુ એના પચ્ચીસ દિવસ બાદ એક દુર્ઘટના ઘટી: બરફમાં તિરાડ પડી અને ‘એન્ડ્યુરસ’ અદૃશ્ય થઈ ગયું. આનું વર્ણન જહાજના ક્રુ મેમ્બરે આ રીતે કર્યું હતું: ‘ફ્રોઝન લાઈક એન અલમોન્ડ ઈન ધ મિડલ ઓફ અ ચોકલેટ બાર.’ એન્ડ્યુરન્સ ભલે બદામની જેમ ચોકલેટ બારમાં હોય, પણ એનાથી નહોતી મળતી કોઈને તાકાત કે મીઠાશ. સીનારિયો એકદમ વિપરીત અને જોખમી હતો.સદભાગ્યે એન્ડ્યુરન્સ બરફમાં ગરકાવ થઈ રહ્યું હતું, ત્યારે એમાંથી શક્ય એટલો માલસામાન બચાવી લેવાયો હતો. બહુ વજન સાથે ચાલવાનું, ટકી રહેવાનું અશક્ય હતું. આથી મહત્ત્વનાં પુસ્તકો, કપડાં, સાધનસામગ્રી જેવી વસ્તુઓનો મોહ છોડી દેવો પડ્યો. અમુક નાનકડા, નાજુક શ્વાન બરફ પર પોતાનું વજન પણ ઉપાડી શકવા સમર્થ નહોતા. આથી તેમને ઠાર મરાયા, બિલાડી ‘મિસિસ ચિપ્પી’ સાથે. વગર જહાજે ચોમેર અફાટ બરફ વચ્ચે વિચારાયું કે પગપાળા જમીન સુધી પહોંચી જઈએ, પરંતુ સાત દિવસમાં માંડ સાડા સાત માઈલ ચાલી શક્યા ને ચાલવાના વિચારને કાયમ માટે બેસાડી દીધો. હવે છપ્પનની છાતીના પોલાણમાં આશા અને જોમ ભરીને સંજોગો-હવામાન સુધરે ત્યાં સુધી રાહ જોવાની હતી. એટલે કે જીવતા રહેવાનું હતું. અને છેક 1916ની 7મી એપ્રિલે બરફ સરકતાં સરકતાં ઉત્તર દિશામાં ગયો અને એલિફન્ટ તેમજ દૂર દૂર ક્લેરેન્સ ટાપુ નજરે પડ્યાં. આ સાથે આશા-ઉમંગના ઘોડાપૂર ઊમટી પડ્ય, પણ 9મી એપ્રિલે ખરેખર બરફમાં તોતિંગ તિરાડ પડી. શેકલટને એકેય પળ વેડફ્યા વગર છાવણી સંકેલી લેવા અને બોટ શરૂ કરવાનો આદેશ આપ્યો. આ રીતે આશ્રયદાતા અને સંભવિત દૈત્ય સમાન બરફથી મુક્તિ મળી. પણ હવે ખુલ્લો સમુદ્ર દુશ્મન બનીને સામે આવ્યો. માણસો જ નહીં, બોટ પણ આની સામે હાલકડોલક થતી હતી. છેલ્લા 80-80 કલાકથી એક પળ આંખ બંધ ન કરી શકનારા માનવીઓનો જુસ્સો હવે જવાબ આપી રહ્યો હતો. અંતે મક્કમતાની લાઠીથી 15મી એપ્રિલે એલિફન્ટ આઈલેન્ડ પર પગ મૂક્યો. 497 દિવસ બાદ નક્કર સપાટી પર ઊભા હતા સૌ. પરંતુ દબાતે પગલે આફત પાછળ આવી હતી. શેકલટન પાંચ જણા સાથે સાઉથ જ્યોર્જિયા ભણી જવા માટે લાઈફબોટમાં નીકળ્યા. 800 માઈલ દરિયામાં કાપવાના હતા. સોળ દિવસ ટાંચણી જેમ વાગતા પવન, તોફાની દરિયા, હિમખંડ વચ્ચે લાઈફબોટ બોલની જેમ ફંગોળાતી હતી એક એક મોજું જીવલેણ અને આખરી લાગતું હતું. ઓચિંતા દરિયાઈ તોફાને જેમ્સ કેઈર્ડ નામની લાઈફબોટનો રસ્તો ફંટાવી દીધો. એ લોકો ધાર્યું હતું એનાથી તદ્દન વિરોધી બાજુએ ટાપુ પર પહોંચ્યા. હવે શેકલટન સાથીઓને લઈને પગપાળા ચાલવા માંડ્યા. પર્વત, ગ્લેશિયર જેવાં સ્થળો પસાર કર્યાં, જ્યાં અગાઉ ક્યારેય માનવપગ પડ્યા જ નહોતા. 36 કલાકના આકરા ચઢાણ બાદ તેઓ એક વ્હેલિંગ સ્ટેશન પહોંચ્યા.સ્ટેશન મેનેજરે આશ્ચર્ય-રોષ સાથે પૂછ્યું: ‘વ્હુ ધ હેલ આર યુ?’ દાઢીધારી શેકલટન માંડ બોલી શક્યા, ‘હું શેકલટન છું.’ પછી મોઢું ફેરવીને તેઓ રડવા માંડ્યા. એમના અન્ય ત્રણ સાથીને બચાવી લેવાયા. ત્યાર બાદ એલિફન્ટ આઈલેન્ડ પર રહેલા બાકીના 22 જણા ભણી જવાયું. શેકલટન આરામ કરવાને બદલે આ બચાવ કામગીરીમાં જોડાયા. આ લાંબો સમય ચાલનારી અને સૌથી કઠણ મુસાફરી હતી. પહેલા જહાજમાં ઈંધણ ખૂટવા આવ્યું અને ફોકલેન્ડ ટાપુ પર પાછા ફરવું પડ્યું. ઉરુગ્વેની સરકારે એલિફન્ટ આઈલેન્ડથી 100 માઈલ દૂર તરતા જહાજની ઓફર કરી પણ એને બરફના હુમલાએ લાંગરવા મજબૂર કરી દીધું. એલિફન્ટ આઈલેન્ડ પર મોટાભાગનાએ બચવાની આશા છોડી દીધી હતી. પરંતુ શેકલટન ચીલીના યેલ્ચોથી ત્રીજું જહાજ લઈને નીકળી પડ્યા અને આ સર્વાઈવલ સ્ટોરી પર પૂર્ણવિરામ મૂકાયું 1916ની 30મી ઓગસ્ટે. શેકલટનના અથાગ પ્રયાસ થકી 20 મહિનાની અસહ્ય વિપદા વચ્ચે એક-એક માનવી હયાત હતા. શેકલટન આણિ મંડલી પાછી ફરી પણ એન્ડ્યુરન્સ રોકાઈ ગયું. છેક 2022માં એનો કાટમાળ શોધી કઢાયો. 1992ની પાંચમી જાન્યુઆરીએ 47 વર્ષની ઉંમરે સાઉથ જ્યોર્જિયાના જહાજમાં તેમનું હૃદય કામ કરતું બંધ પડી ગયું. ઓનલાઈન-ઓફલાઈન ધ્રુવીય વિસ્તારમાં પ્રવાસીઓએ જે સમસ્યાનો સામનો કરવો પડે છે એમાં તરસ પણ છે. ચોતરફ પ્રચુર માત્રામાં બરફ પરંતુ એ ઓગળે નહીં ત્યાં સુધી પીવાલાયક નથી.- અર્નેસ્ટ શેકલટન
    Click here to Read More
    Previous Article
    કળશ ન્યુઝ:જગતનું સૌથી મોટું શહેર કયું?
    Next Article
    ગૌરવ તિવારી કેસ-1:ભારતના પ્રથમ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટરનું મોત કેવી રીતે થયું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment