Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કળશ ન્યુઝ:જગતનું સૌથી મોટું શહેર કયું?

    4 days ago

    રાષ્ટ્રસંઘે રિપોર્ટ તૈયાર કર્યો છે, ‘વર્લ્ડ્સ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટસ 2025.’ નામ પ્રમાણે અર્બનાઈઝેશન એટલે કે શહેરીકરણની એમાં વાત છે. શહેરીકરણ જગત માટે તક છે અને સમસ્યા પણ છે. આસપાસનાં ગામડાં શહેરમાં ભળી રહ્યાં છે. શહેર વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સતત ફાંદ વધારી રહ્યાં છે. એટલે છેવાડા સુધી સવલતો પહોંચાડવામાં મુશ્કેલી થઈ રહી છે. બીજી તરફ જગતનાં જે અગ્રણી ગણાય છે એવાં શહેરોની ગણતરી મેગા શહેરોમાં નથી થતી. આ રિપોર્ટના લિસ્ટ મુજબ વસ્તીની દૃષ્ટિએ ઈન્ડોનેશિયાનું જકાર્તા જગતનું સૌથી મોટું શહેર છે. વસ્તી ગુજરાત રાજ્યના 60-70 ટકા ભાગ જેટલી એટલે કે 4.19 કરોડ છે. રિપોર્ટમાં સ્પષ્ટતા એ પણ છે કે જગતનાં શહેરોનું પાવર સેન્ટર બદલાઈ રહ્યું છે. આજે જકાર્તા નંબર વન છે. વર્ષો સુધી ટોકિયો નંબર વન હતું. હવે ટોકિયો 3.34 કરોડની વસ્તી સાથે ત્રીજા ક્રમે છે. ટોકિયોની આગેકૂચ હવે થવાની શક્યતા ઓછી છે, એનો ક્રમ સતત ઘટતો જશે. કેમ કે જાપાનની જ વસ્તી વધતી અટકી છે. શહેરોનાં લિસ્ટમાં બીજા ક્રમે કોઈ મોટું ગણાતું નામ નથી, બાંગ્લાદેશનું ઢાકા છે. ઢાકાની વસ્તી 3.66 કરોડ છે. ઢાકાની આગેકૂચ ત્યાંથી અટકતી નથી, 2050માં સવા પાંચ કરોડની વસ્તી સાથે ઢાકા નંબર વન શહેર હશે. અલબત્ત, 2050માં જે થાય એ ખરું પણ અત્યારે જગતનાં શહેરોનાં વધતા કદે ચિંતા વધારી દીધી છે. 124 પાનાંના રિપોર્ટ મુજબ જગતની વસ્તી સવા આઠ અબજ જેટલી છે અને એમાંથી 45 ટકા રહેવાસીઓ શહેરમાં રહે છે. જે નથી રહેતાં એ શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે. 1950માં એટલે કે પોણી સદી પહેલાં જગતનાં શહેરોમાં માંડ 20 ટકા નાગરિકો રહેતા હતા. શહેરમાં રહેવાનું આજના જેટલું આકર્ષણ પણ ન હતું. 2050માં વધીને 37 થશે. જે ચાર શહેરો મેગા સિટી તરીકે ઉમેરાશે એમાં લંડન કે ન્યૂયોર્ક જેવાં અગ્રણી મહાનગરો નથી. ઈથિયોપિયાનું એડિસ અબાબા છે, તાન્ઝાનિયાનું દાર એ સલામ છે, મલેશિયાનું કુઆલાલુમ્પુર પણ છે. એક શહેર ભારતનું છે, જેની વસ્તી 2050માં 1 કરોડને વટી જશે. એનું નામ ધારવું બહુ અઘરુ છે, કેમ કે એ શહેર બિહારનું હાજીપુર છે. વસ્તી વધારામાં અને વધતી વસ્તીથી સર્જાતા પ્રશ્નો બન્નેમાં એશિયા આગળ છે. ટોપ-10 શહેરોનાં લિસ્ટમાં પણ 9 તો એશિયાનાં જ છે. રિપોર્ટ માટે રાષ્ટ્રસંઘના ‘ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સે’ 12 હજાર શહેરોની વિગતો તપાસી હતી. શહેરોનું મહત્ત્વ વધી રહ્યું છે, ગામડાંના ગુણગાન ગવાઈ રહ્યાં છે, પણ હકીકત એ છે કે ગામોમાં રહેવામાં કોઈને રસ નથી. એટલે ઉત્તરાખંડનાં ગામો ખાલી થઈ રહ્યાં છે. ગુજરાતની સ્થિતિ પણ કંઈ ખાસ જુદી નથી. ગામમાં રહેતા હોય, મોટી ખેતી હોય, લીલીછમ વાડી અને શુદ્ધ હવા-પાણી હોય તો પણ માત્ર શહેરમાં રહેતા નથી એ કારણે સગપણ નથી થતાં. રિપોર્ટમાં આવી વિગતો ન આવે પણ શહેરીકરણની આડઅસર ઘણી છે. શહેરોમાં રહેતા લોકોને રોજીંદા નોકરી માટે કલાકથી બે કલાકની સફર કરવી પડે છે. પ્રદૂષિત હવા, સતત થતાં બાંધકામો, શુદ્ધ પાણીની અછત, આરોગ્ય-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ વગેરેનો અભાવ ભોગવવો પડે છે. એ ભોગવીને પણ લોકોને શહેરમાં રહેવું છે. સરકારનું ધ્યાન પણ શહેરોના વિકાસ તરફ વધારે છે, ગ્રામીણ વિકાસ તરફ નહીં. એટલે ગામ કે તેની આસપાસ રોજગારીના પ્રશ્નો યથાવત રહે છે. હા, કોઈ ગામ શહેરને સ્પર્શતું હોય તો એ પારસમણિના સ્પર્શની જેમ વિકસી જાય. બાકીનાં ગામોએ તો બસ જેવી સુવિધા પણ નથી પહોંચતી. મુંબઈ ભારતનું અગ્રણી શહેર છે, પણ વસ્તીના ટોપ લિસ્ટમાં નથી. જોકે, સૌથી વધારે ગીચતા ધરાવતા શહેરમાં મુંબઈ આખા જગતમાં પહેલું છે. ત્યાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ 27 હજાર નાગરિકો રહે છે. કલ્પના કરો, એક ચોરસ કિલોમીટરમાં 27 હજાર માથાં રહેતા હોય એમને બધી સુવિધા કઈ રીતે પૂરી પાડવી! જ્યાં 20 હજારથી વધારે નાગરિકો એક જ ચોરસ કિલોમીટરમાં રહેતા હોય એવા જગતનાં અગ્રણી શહેરોમાં સુરત પાંચમા ક્રમે છે, જ્યારે અમદાવાદ નવમા ક્રમે છે. જગતનાં એવાં 50 શહેરોનાં લિસ્ટમાં ભારતનાં તો ઘણાંય છે. આપણે ત્યાં વસ્તી વધારે, જગ્યા મર્યાદિત એ સૌથી મોટું કારણ છે. રિપોર્ટમાં રસપ્રદ વાત એ પણ છે કે શહેરીકરણની બોલબાલા છતાં આફ્રિકાના ઘણા દેશો, યુરોપના ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, રોમાનિયા વગેેરે દેશોમાં ગામો જ મહત્ત્વનાં છે અને સતત વિકસી રહ્યાં છે. ભારત ગામડાંનો દેશ છે પણ ગામવાસીઓ શહેર તરફ સ્થળાંતરિત થતા નાગરિકો એ વ્યાખ્યા બદલવા માટે ઉત્સુક લાગે છે. ટાઉન કહી શકાય એવાં મોટાં શહેરોનું આકર્ષણ ઘટી રહ્યું છે, જ્યારે ગામડાંની વસ્તી તો 1950 પછી આજ સુધીમાં 19 ટકા ઘટી છે. જેની વસ્તી 1 કરોડ કે તેનાથી વધારે હોય એવા શહેરી વિસ્તારો 1975માં 8 જ હતા. આજે 33 છે અને એમાંથી 19 તો એશિયામાં છે. ગુજરાતના જાણીતા સર્જક મણિલાલ હ. પટેલની સુંદર કવિતા છે, ગામ ગામ જવાની હઠ છોડી દે. આપણે જે સ્થિતિમાં છીએ એમાં પંક્તિ ફેરફાર કરીને કહેવું પડે ગામ જવાની હઠ છોડી દીધી છે!
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:અજાણી લાગણી
    Next Article
    આજ-કાલ:અર્નેસ્ટ શેકલટનએક અજેય સાહસી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment