Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:અજાણી લાગણી

    3 days ago

    સુંદર ચિત્રની વ્યાખ્યા શું? પર્વતો છે, વહેતા ઝરણાં છે, નદીઓ છે, ચંદ્ર ઊગ્યો છે, પૂનમનો ચંદ્ર છે એ? કે પછી બે સરસ મજાનાં જીવન વિતાવવાનાં સપનાં જોતાં નદીકિનારે પાસ પાસે અડીને બેઠેલાં વ્યક્તિઓ છે? કે પછી પિતા અને પુત્રી સાથે ચાલતાં હોય હાથમાં હાથ પકડીને અને કોઈકે લીધેલો એક એંગલ સાથેનો ફોટો છે? આવાં સુંદર ચિત્રો ઘણાં બધાં તમે તમારી જાતે પણ કલ્પી શકો છો, પણ એક સુંદર ચિત્રની વ્યાખ્યા એ છે કે ખૂબ વરસાદ પડે છે, વીજળી પડે છે, નદીઓમાં ધસમસતું પૂર છે, પૂરપાટ હવા છે અને એવામાં ઝાડના એક માળામાં એક પંખી પોતાનાં ઈંડાં સેવે છે અને એ એની જાતને સેફ અનુભવે છે. સુંદર ચિત્રની વ્યાખ્યા મારા મતે સંઘર્ષો સાથે જીવનને ઊજવતાં આવડે એ છે. આ એ શું છે? એ તો દરેકે જાતે જ નક્કી કરવું પડે. આનંદ અંદરથી ઊગે છે અને એનો ઝળહળાટ સૂરજ કરતાં વધુ તેજસ્વી અને ઓજસ્વી છે. *** ઈમોશનલ થવું સારી બાબત છે. પણ, દરેક બાબતમાં આપણે વધારે ઈમોશનલ છીએ એનો દેખાડો કરવો એ થોડી ગેરવાજબી વાત છે. ઈમોશનલ રહેવું જોઈએ, ઈમોશનલ થવું જોઈએ, દરેક બાબત પર થવું જોઈએ, પણ સામેવાળાને ખબર પડે કે આપણે કેટલા વધારે ઈમોશનલ છીએ એ બાબત ખૂંચે એવી છે. નવા વર્ષે એક જ પ્રાર્થના આપણી Morality સાથે આપણા Emotionને આપણે બેલેન્સ કરીએ. ખૂબ જીંદગી મજાની છે અને મજાની તો જ લાગે જો એમાં થોડો સંઘર્ષ છે. હર્ષ અને સંઘર્ષ બંનેને સાથે રાખતા આવડે તો રોજ નવું વર્ષ. *** જે તમને પ્રેમ કરે છે તમે એને પ્રેમ કરો. જે તમને પણ પ્રેમ કરે છે, એની તમે કદર કરો. અને બહુ સાચું કહું, તમે પ્રેમ કરો છો ને, એ પૂરતું છે. પછી એવી અપેક્ષા કે ઈચ્છા રાખીએ કે એ પણ મને પ્રેમ કરે ત્યારે એ પ્રેમ ગૂંગળાઈ અને ગૂંચવાઈ જાય છે. ધીરજ રાખો, વિશ્વાસ રાખો. પ્રેમના સંબંધમાં પવિત્રતા અને પ્રામાણિકતા હશે, તો આપોઆપ બંને હૃદયમાં પ્રકૃતિની વિશાળતા ફૂટશે. પ્રેમ માણસને પૂર્ણ કરે છે. *** રસ્તામાં બમ્પ આવે કે ખાડો ઉબડખાબડવાળો હોય એટલે આપણે ગાડી ચલાવવાનું કે વ્હીકલ ચલાવવાનું છોડી નથી દેતાં. પંખી ઉડવાનું છોડી નથી દેતાં. સૂરજ ઊગવાનું ભૂલી નથી જતો. બને, ક્યારેક કશીક આપણને ન ગમે એવી વાત થાય એને કારણે આપણે સાવ તદ્દન નાસીપાસ થઈ જઈએ, એ ન પાલવે. જીવનની પ્રત્યેક પળ ઈશ્વરે આપણને બંધ કવરમાં આપેલી ભેટ છે. એને ખોલવા માટે આપણી અંદર હોવો જોઈએ આપણો પોતાનો છલકાતો આત્મવિશ્વાસ. હું બહારથી ખરીદી નથી શકાતો. ઉછીનો મેળવી નથી શકાતો. એટલે જ હું તમારો ખાસ છું તમારામાં રહેલો આત્મવિશ્વાસ. *** હંમેશાં બીજાનો દોષ જોવાવાળા માણસો ક્યારેય પોતાનો દોષ નથી જોઈ શકતા. અરીસામાં ચહેરો જુએ તો અરીસામાં ડાઘા છે એની ભૂલ કાઢે. પણ તમારી અંદર કેટલા ડાઘા સાથે તમે જીવો છો એની કલ્પના પણ આપણે નથી કરતા. બીજાનો દોષ કાઢતાં પહેલાં વિચારવું, આપણામાં કેટલા દોષ છે! બીજાની ભૂલો આપણને તરત દેખાય છે. આપણી ભૂલો ઉપર આપણે આંખ આડા કાન કરીએ છીએ. યાદ રાખજો, આપણે સુધરીશું ને તો જમાનો પણ સારો જ લાગવાનો છે. અને હા, આપણી બધી જ ધારણાઓ આપણને મુબારક છે. જમાનો એને જે ધારવું છે એ રીતે જ ધારશે. તમારે આ ધારણામાં સુધારો કરવાનો છે. તમે બદલાશો તો જગત આપોઆપ બદલાશે. સવાલ છે માત્ર બીજાના દોષ જોવામાંથી મુક્તિનો. *** આપણે માનતાઓ માનીએ છીએ. મંગળવાર, સોમવાર બધા જ વાર કરીએ છીએ. અને એમ કહીએ છીએ કે ભગવાન ખુશ રહે એટલા માટે કરીએ છીએ. ક્યારેક એવું પણ વિચારીએ છીએ કે મારું આ કામ થઈ જાય તો હું આટલા સોમવાર કરીશ! આટલા મંગળવાર કરીશ! આ બધું જરૂરી છે? આપણી ભારતીય સનાતન પરંપરા છે. પણ આપણે ખુશ થઈએ એના માટે આપણે ભગવાન જોડે DEAL નક્કી કરીએ છીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે હે ઈશ્વર, આજે હું મંદિરે એટલે આવ્યો છું કે તને રાજી રાખે ને, તને જેમ ગમે ને એમ મને રાજી રાખ. મારે એમ જીવવું છે. જોજો, આપણી ગમતી વ્યક્તિને આપણે કહીએ છીએ કે તું કહે એમ હું જીવું, તું કહે તને મજા આવે એમ હું જીવું. આવું જ્યારે કહીએ છીએ ત્યારે આપણી ગમતી વ્યક્તિને કેટલી મજા આવે છે? આપણે ઈશ્વરને એવું કહીએ કે હે ઈશ્વર, તમને ગમે એમ મને જીવાડો તો ઈશ્વરને કેટલી મજા આવે? કેટલીક પ્રાર્થનાઓ મૌનમાં થતી હોય છે. અને સાર્થક મૌનમાં જ થાય છે. ઑન ધ બીટ્સ એવું તે કોણ હોય કોમળ, તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ... - સ્નેહલ જોષી
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી…
    Next Article
    કળશ ન્યુઝ:જગતનું સૌથી મોટું શહેર કયું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment