Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ યુનિવર્સિટીમાં જેન્ડર સેન્સિટાઇઝેશન કાર્યશાળા યોજાઈ:વિદ્યાર્થીઓને જાતિ સંવેદનશીલતા, પોષણ અને PoSH જાગૃતિનું માર્ગદર્શન; 181 અભયમની માહિતી અપાઈ

    1 day ago

    શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે જેન્ડર રિસોર્સ સેન્ટર, ગાંધીનગર તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી ‘સેતુ કાર્યક્રમ’ અંતર્ગત ‘સુરક્ષિત, સ્વસ્થ અને સર્વસમાવેશક પરિસર’ વિષય પર દ્વિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં જાતિ સંવેદનશીલતા, સ્ત્રી-પુરુષ સમાનતા, પોષણ, મહિલા સુરક્ષા અને કાર્યસ્થળે જાતીય સતામણીના નિવારણ (PoSH) જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સવારે 11 વાગ્યે મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. ત્યારબાદ કાર્યક્રમનાં નોડલ અધિકારી ડૉ. આશાબેન માઢક દ્વારા પ્રસ્તાવના રજૂ કરી મહાનુભાવો અને ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છ, ઉપવસ્ત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિશ્વા પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જાતિ સંવેદનશીલતા, યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપતાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે DPO સોનલબેન રાઠોડે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અને મહિલાઓની સુરક્ષા માટે ઉપલબ્ધ કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમની સાથે ઉપસ્થિત SHE ટીમની કામગીરી વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહિલા સુરક્ષા, સહાય અને કાયદાકીય જાગૃતિ અંગેની આ માહિતી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની હતી. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. જ્યારે પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ અધ્યક્ષીય ઉદ્બોધનમાં રામાયણ અને મહાભારતનાં ઉદાહરણો દ્વારા માતૃશક્તિ અને નારીશક્તિનો મહિમા સમજાવ્યો હતો. તેમણે સમાજમાં મહિલાઓ પ્રત્યે આદર અને સન્માનની ભાવના જાળવવાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યશાળામાં શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્ત્રી-પુરુષ સમાનતા, પરસ્પર આદર, સામાજિક જવાબદારી અને સંવેદનશીલતાની ભાવના વિકસાવવા સાથે કાર્યસ્થળે જાતીય સતામણીના નિવારણ અંગે જાગૃતિ કેળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. અપૂર્વા અગ્રવાલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ભગવતી ડાભીએ કર્યું હતું અને શાંતિમંત્ર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક તબીબી આરોગ્ય તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા, સ્વાસ્થ્ય, સમાનતા અને મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખજોદના કચરાના ડુંગરોથી મળશે મુક્તિ:ઉંભેર સોલિડ વેસ્ટ સાઇટ માટે પાલિકા ખર્ચશે ₹29 કરોડ, ચોમાસામાં પણ 15 ટનના વાહનો નહીં અટકે
    Next Article
    બાઈક રેલી પૂર્ણ કરનાર કદવાલના 6 કાર્યકરોનું સન્માન:ભાજપની સંગઠન મિટિંગમાં આગેવાનોએ કર્યા સન્માનિત, સંગઠન મજબૂત કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment