Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદના કચરાના ડુંગરોથી મળશે મુક્તિ:ઉંભેર સોલિડ વેસ્ટ સાઇટ માટે પાલિકા ખર્ચશે ₹29 કરોડ, ચોમાસામાં પણ 15 ટનના વાહનો નહીં અટકે

    1 day ago

    SMC દ્વારા ખજોદ ખાતે આવેલી હાલની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટને તબક્કાવાર રીતે ઉંભેર ખાતે સ્થળાંતર કરવાની મહત્વકાંક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. આ આયોજનના ભાગરૂપે ઉંભેર ખાતે આકાર લઈ રહેલી નવી સાઇટ સુધી કચરાના ભારે વાહનો કોઈ પણ અવરોધ વિના પહોંચી શકે તે માટે પાલિકા તંત્ર દ્વારા આશરે ₹29 કરોડથી વધુના ખર્ચે પાકા રસ્તાઓ બનાવવાની દિશામાં સત્તાવાર મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખજોદની સમસ્યાઓનું કાયમી નિવારણ લાવવા ઉંભેર પ્રોજેક્ટ ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ પર વર્ષોથી કચરાના વિશાળ ડુંગરો ખડકાઈ જવાને કારણે સર્જાયેલી પર્યાવરણીય મુશ્કેલીઓના નિવારણ માટે તંત્ર દ્વારા ઉંભેર સાઇટને વહેલી તકે કાર્યરત કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે જિલ્લા કલેક્ટરના હુકમથી ઉંભેરના બ્લોક નં. 197 પૈકીની જમીન પર 3 લાખ ચોરસ મીટર તેમજ ત્યારબાદ બ્લોક નં. 199માં 40 હજારથી વધુ ચોરસ મીટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. હાલ આ જગ્યાએ આધુનિક સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચોમાસામાં જળબંબાકારથી બચવા નવા પાકા રસ્તાનું આયોજન પ્લાન્ટ સુધી પહોંચવાના હાલના બંને માર્ગો નીચાણવાળા વિસ્તારમાં આવેલા હોવાથી દર ચોમાસામાં ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા રહે છે. ઉંભેર ખાતે સાઇટ શરૂ થયા પછી 15 ટન વજન ધરાવતા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનના કચરા ભરેલા ભારે વાહનોની અવરજવરમાં કોઈ વિક્ષેપ ન પડે તે હેતુથી ઊંચા અને પાકા રસ્તાઓ બનાવવાનું નક્કી કરાયું છે. ₹37.29 કરોડના સંભવિત ખર્ચનું માળખું જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા પ્રાથમિક અંદાજ મુજબ: આ બંને માર્ગોના નિર્માણમાં બિટુમિનસ કાર્પેટિંગ, પેવર બ્લોક ફૂટપાથ, જંબો રિ-એન્ફોર્સ્ડ મટિરિયલ્સ, રિટેઈનિંગ વોલ, સ્ટોર્મ ડ્રેનેજ, સેફ્ટી રોડ રેલિંગ અને આધુનિક સ્ટ્રીટ લાઈટ્સ સહિતના કામો સાથે કુલ મળીને આશરે ₹37.29 કરોડ જેટલો સંપૂર્ણ ખર્ચ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':'રંગ મોરલા' ગરબામાં એન્કરના નિવેદન પર આદિત્ય ગઢવીએ કહ્યું-આ મારો મેસેજ નહોતો, એક ગ્રુપે મારા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો
    Next Article
    સોમનાથ યુનિવર્સિટીમાં જેન્ડર સેન્સિટાઇઝેશન કાર્યશાળા યોજાઈ:વિદ્યાર્થીઓને જાતિ સંવેદનશીલતા, પોષણ અને PoSH જાગૃતિનું માર્ગદર્શન; 181 અભયમની માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment