Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારી વંદન ઉત્સવ: મહિલા કર્મયોગી દિવસની ઉજવણી:કાર્યસ્થળે મહિલા સુરક્ષા, POSH, શી-બોક્સ અંગે કાયદાકીય જાગૃતિ અપાઈ

    1 day ago

    ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આયોજિત 'નારી વંદન ઉત્સવ' શ્રૃંખલા અંતર્ગત 'મહિલા કર્મયોગી દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સરકારી કચેરીઓ અને ક્ષેત્રોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા તેમજ કાયદાકીય અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ સેમિનારનું આયોજન થયું હતું. આ પ્રસંગે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-2013 એટલે કે P.O.S.H. એક્ટ સંદર્ભે નિષ્ણાતો દ્વારા વિગતવાર અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાયદાકીય જોગવાઈઓ અને P.O.S.H. એક્ટ અંગે સમજ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડે આઈ.સી.ડી.એસ. (ICDS) અને મહિલા પાંખની કામગીરી તેમજ વહીવટી માળખા વિશે પ્રાથમિક માહિતી આપી હતી. તેમણે ઘરેલુ હિંસા નિવારણ, દહેજ પ્રતિબંધક કાયદો અને કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી સંબંધિત કાયદાની મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈઓ સરળ ભાષામાં સમજાવી હતી. આ ઉપરાંત જાતીય સતામણીના વિવિધ પ્રકારો, અયોગ્ય શબ્દપ્રયોગ કે વર્તણૂક, સંગઠિત તથા અસંગઠિત બંને ક્ષેત્રમાં લાગુ પડતા નિયમો, ઓનલાઈન કે પ્રત્યક્ષ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, સ્થાનિક (LCC) અને આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના તેમજ પીડિતાને મળતા વળતર અને રાહત અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષિત વાતાવરણનું મહત્વ કાર્યક્રમના બીજા તબક્કામાં સિવિલ હોસ્પિટલના જાણીતા સાઈકોલોજિસ્ટ નમ્રતા મહેતાએ મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને કાર્યસ્થળે સકારાત્મક વર્તણૂકના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રોડક્ટિવિટી વધારવા માટે ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ અત્યંત જરૂરી છે. આ સાથે તેમણે મહિલાઓના બંધારણીય અધિકારો તેમજ નોકરીદાતા કે સંસ્થાની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપતાં ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈપણ કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવરહિત માહોલ મેળવવો એ દરેક મહિલા કર્મચારીનો મૂળભૂત અને નકારી ન શકાય તેવો અધિકાર છે. 'પ્રતિકાર' ટૂંકી ફિલ્મનું પ્રદર્શન અને મહિલાઓની ઉપસ્થિતિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓમાં જાગૃતિનો સંચાર કરવા માટે 'પ્રતિકાર' નામના એક પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મનું પણ વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ દ્વારા P.O.S.H. કાયદાના અમલીકરણ, કેન્દ્ર સરકારના ઓનલાઈન ફરિયાદ પોર્ટલ 'શી-બોક્સ' (SHe-Box)ની કાર્યપદ્ધતિ તથા મહિલાઓ પોતાના અધિકારોનો સાચો ઉપયોગ કરીને નિર્ભયપણે નોકરી કે વ્યવસાય કેવી રીતે કરી શકે તે અંગે વાસ્તવિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક અને જાગૃતિસભર સેમિનારમાં જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વિભાગની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય આરોગ્ય અધિકારીએ નગરાળા PHCની આકસ્મિક મુલાકાત લીધી:ઓપીડીના દર્દીઓ સાથે સંવાદ અને સુવિધાઓ અંગે પૃચ્છા કરી
    Next Article
    દાહોદના સાંસદે રેલવે ઓવરબ્રિજ માટે કેન્દ્રીય રેલ મંત્રીને લેખિત રજૂઆત:80 જેટલા ગામો અને ફળિયાના નાગરિકોને રોજિંદા વ્યવહારમાં ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment