Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય આરોગ્ય અધિકારીએ નગરાળા PHCની આકસ્મિક મુલાકાત લીધી:ઓપીડીના દર્દીઓ સાથે સંવાદ અને સુવિધાઓ અંગે પૃચ્છા કરી

    1 day ago

    દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનો અમલ અને સંસ્થાકીય કામગીરીની સઘન સમીક્ષા કરવાનો હતો. મુલાકાતના પ્રારંભે, ડૉ. ટીલાવતે પી.એચ.સી.ના તમામ તબીબી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રોજિંદી કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને આરોગ્ય સેવાઓને વધુ ઝડપી, સમયસર અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ઓપીડીમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દર્દીઓને મળી રહેલી સુવિધાઓ અંગે પૃચ્છા કરવામાં આવી હતી, જેના સંતોષકારક પ્રતિભાવો મળ્યા હતા. વર્તમાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલ પરિસર અને આસપાસના સેવા વિસ્તારમાં સ્વચ્છતાની સ્થિતિનું સઘન નિરીક્ષણ કરાયું હતું. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના જોખમને અટકાવવા માટે એન્ટી-લાર્વલ કામગીરી, પીવાના પાણીનું ક્લોરીનેશન અને ડસ્ટિંગની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.રોગચાળાના સંભવિત ફેલાવાને રોકવા માટે આ તમામ નિવારક પગલાં નિયમિત અને અસરકારક રીતે અમલમાં મૂકવા સંબંધિત સ્ટાફને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ડૉ. ટીલાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવી તેમજ રોગચાળાનું નિયંત્રણ કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે દરેક આરોગ્ય કર્મચારીને પોતાની ફરજ નિષ્ઠા, સતર્કતા અને સંવેદનશીલતાથી નિભાવવા પર ભાર મૂક્યો હતો. આ સક્રિયતાથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય તંત્ર વધુ સઘન બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દસાડાના ભાઈ-બહેને શૂટિંગમાં મેડલ જીત્યા:વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    Next Article
    નારી વંદન ઉત્સવ: મહિલા કર્મયોગી દિવસની ઉજવણી:કાર્યસ્થળે મહિલા સુરક્ષા, POSH, શી-બોક્સ અંગે કાયદાકીય જાગૃતિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment