Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ટ્યુશન શિક્ષક સામે POCSO હેઠળ ગુનો:14 વર્ષની સગીરા સાથે અડપલાંની ફરિયાદ; શિક્ષક એયુબખાન બેલીમ વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી

    11 hours ago

    ભરૂચ જિલ્લાના એક ગામમાં ટ્યુશન ક્લાસમાં ભણતી 14 વર્ષની સગીર વિદ્યાર્થીની સાથે શિક્ષકે અયોગ્ય સ્પર્શ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે ટ્યુશન શિક્ષક સામે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકાંતનો લાભ ઉઠાવી સગીરા સાથે અડપલાં કર્યા ફરિયાદ મુજબ, સગીરા ટ્યુશન ક્લાસમાં પહોંચી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ હાજર નહોતા. ક્લાસમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી શિક્ષકે સગીરા સાથે વાતચીત કરી તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. બાદમાં અન્ય વિદ્યાર્થીઓ આવતાં જ સગીરાએ આ વિગત તેની બહેનપણીને જણાવી હતી. પરિવારજનોને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસ ફરિયાદ ટ્યુશન પૂર્ણ કરી ઘરે પરત ફર્યા બાદ સગીરાએ આ આપવીતી તેની માતાને કહી હતી. આથી પરિવારજનોએ તુરંત ટ્યુશન શિક્ષકનો સંપર્ક કરીને પૂછપરછ કરી હતી, પરંતુ તેણે કોઈ સંતોષકારક ઉત્તર ન આપતાં સગીરાની માતાએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક એયુબખાન બેલીમ સામે ગુનો નોંધી સગીરાનું નિવેદન લેવાયું માતાની ફરિયાદના આધારે પોલીસે શિક્ષક એયુબખાન ઉમરભાઈ બેલીમ વિરુદ્ધ POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સગીરાનું વિધિવત નિવેદન નોંધીને આરોપી સામે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બસપોર્ટમાં સ્વચ્છતાનું ફોટો સેશન થયું!:જ્યાં પહેલેથી સફાઈ હતી ત્યાં 2 મિનિટ સાવરણો ફેરવી MLA ટીલાળા રવાના, દીકરીઓએ જાગૃતિ રેલી કાઢી
    Next Article
    અમદાવાદમાં LJP રામવિલાસની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે:બેઠકમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપશે, વડોદરા આવેલા પ્રદેશ પ્રમુખે કહ્યું: ગુજરાતમાં ગઠબંધનમાં ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment