Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસપોર્ટમાં સ્વચ્છતાનું ફોટો સેશન થયું!:જ્યાં પહેલેથી સફાઈ હતી ત્યાં 2 મિનિટ સાવરણો ફેરવી MLA ટીલાળા રવાના, દીકરીઓએ જાગૃતિ રેલી કાઢી

    14 hours ago

    રાજકોટ એસટી બસપોર્ટ ખાતે આજે 9 ઓગસ્ટના રોજ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાની આગેવાનીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય સર્જાયું હતું. ધારાસભ્ય આવ્યા તે પહેલાં જ પરિસરમાં સફાઈ થઈ ગઈ હોવાથી તેમણે માત્ર 2 મિનિટ સાવરણો ફેરવ્યો હતો અને "અહીં સાફ ક્યાં કરવું?" તેમ કહીને ફોટો સેશન પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વચ્છતા જાગૃતિ માટે બેનરો સાથે ખાસ રેલી યોજી હતી. સ્કૂલની 30થી વધુ વિદ્યાર્થિનીઓએ જાગૃતિ રેલી કાઢી ધારાસભ્યના આગમનના એક કલાક પહેલાં જ સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલની 30થી વધુ વિદ્યાર્થિનીઓ બસ સ્ટેશન પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ "સૌનો સાથ, બસ સ્ટેશન સાફ" અને "સૌનો સાથ, સ્વચ્છ ગુજરાત" જેવા સૂત્રો લખેલાં બેનરો સાથે જાગૃતિ રેલી કાઢી હતી. ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હસ્તી કનોજીયાએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશને આવીને લોકોને સંદેશો આપવાનો હેતુ એ છે કે જો સ્વચ્છતા નહીં રાખીએ તો રોગચાળો વધશે અને આપણને જ નુકસાન થશે. સ્વચ્છતા જાળવવી એ નાગરિકોની પણ જવાબદારી: MLA રમેશ ટીલાળા એસ.ટી. વિભાગના અધિકારીઓએ ધારાસભ્ય રમેશ ટીલાળાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ એસટી ડિવિઝન સમગ્ર સૌરાષ્ટ્રનું મોટું ડિવિઝન છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દરેક એસ.ટી. બસ સ્ટેશનને સ્વચ્છ રાખવાનું અભિયાન ચાલી રહ્યું છે. રાજકોટ એસ.ટી. ડિવિઝન અને સરોજિની નાયડુ સ્કૂલના સહયોગથી આ આયોજન કરાયું હતું. તેમણે રાજકોટની જનતાને પણ અપીલ કરી હતી કે સ્વચ્છતા રાખવી એ માત્ર સરકારની જ નહીં પરંતુ આપણા સૌ નાગરિકોની પણ નૈતિક ફરજ છે. પહેલેથી જ સફાઈ હોવાથી 2 મિનિટ સાવરણો ફેરવી સફાઈ પૂર્ણ કરી કાર્યક્રમ દરમિયાન એસટી તંત્ર દ્વારા બસ સ્ટેશન પરિસર અગાઉથી જ સાફ-સૂથરું કરી દેવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ ટીલાળાએ હાથમાં સાવરણો લીધો પરંતુ કચરો ન દેખાતાં તેમણે 2 મિનિટ સાવરણો ફેરવ્યા બાદ સ્મિત સાથે "અહીં સાફ ક્યાં કરવું?" તેમ કહી બોલી ઉઠ્યા હતા. ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનું આ સંકેતિક ફોટો સેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શહેરના 35 હજાર રિક્ષા ચાલકોનો વિરોધ:CNGનો ભાવ ₹ 85એ પહોંચતા મિનિમમ ભાડું ₹15થી વધારી ₹20 કરવા માગ, રિક્ષા ચાલકે કહ્યું '₹100 ભાડું હોય ત્યાં રેપિડોમાં ₹35માં લઈ જાય'
    Next Article
    ભરૂચમાં ટ્યુશન શિક્ષક સામે POCSO હેઠળ ગુનો:14 વર્ષની સગીરા સાથે અડપલાંની ફરિયાદ; શિક્ષક એયુબખાન બેલીમ વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment