Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના 35 હજાર રિક્ષા ચાલકોનો વિરોધ:CNGનો ભાવ ₹ 85એ પહોંચતા મિનિમમ ભાડું ₹15થી વધારી ₹20 કરવા માગ, રિક્ષા ચાલકે કહ્યું '₹100 ભાડું હોય ત્યાં રેપિડોમાં ₹35માં લઈ જાય'

    18 hours ago

    અમદાવાદની જેમ હવે રાજકોટ રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષાનું મિનિમમ ભાડામાં વધારાની માંગ કરી છે. બસપોર્ટ પાસે ઊભી રહેતી 100 રિક્ષાના એસોસિએશન દ્વારા 1 કિલોમીટરનું મિનિમમ ભાડું ₹ 15 છે, તેમાં વધારો કરી ₹ 20 કરવાની માંગ કરવામાં આવી છે. તેમનો આક્ષેપ છે કે રેપિડોના કારણે રિક્ષા ચાલકોનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. CNGનો એક કિલોનો ભાવ વધી ₹ 85એ પહોંચતા શહેરના 35 હજાર રિક્ષા ચાલકોએ ભાડા વધારાની માંગ કરી હતી. 'મિનિમમ ભાડું 15 છે જેમાં વધારો કરો' રાજકોટ બસપોર્ટ પાસે ઉભી રહેતી રિક્ષાના એસોસિએશનના ઉપપ્રમુખ અમીનભાઈ નગરીયાએ જણાવ્યું હતું કે, જે કિલોમીટરનું ભાડું ₹15 ચાલતું હતું, એ ભાડું હવે વધારો. એનું કારણકે ગેસના, ઓઇલના, સ્પેરપાર્ટના બધા ભાવ મોંઘા થયા છે. ખાસ કરીને રેપિડોવાળા જે આ બસ સ્ટેન્ડે આવે છે એને ખાસ બંધ કરાવો. એનું કારણ કે જ્યાં ₹100 ભાડું હોય ત્યાં રેપિડો ₹35 માં મોટરસાઈકલમાં લઇ જાય. એ બાબતે અમારે રિક્ષાવાળાના ધંધા ઠપ થઈ ગયા છે. 'રેપિડોવાળાના કારણે રિક્ષામાં મુસાફરો બેસતા નથી' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારે જે રેગ્યુલર આવક હતી એ હવે થતી નથી. અત્યારે આ રેપિડોવાળા એ રીતની સ્કીમ કરી રહ્યા છ, કે જ્યાં ₹100 ભાડું હોય ત્યાં ₹ 35માં લઈ જાય એટલે રિક્ષામાં સવારી બેસતી નથી. રેપિડો રિક્ષામાં 3ની પરમિટ હોવા છતાં નક્કી જ 5 મુસાફરને બેસાડવામાં આવે છે. રાજકોટમાં 3 વર્ષ પહેલા જ્યારે ગેસ ₹26નો કિલો હતું ત્યારે ₹15 ભાડું હતું. અત્યારે ગેસ ₹85થી વધુ છે છતાં ₹15 કેમ? હવે અમારે ભાડું વધારવું છે. એટલે હવે ₹20 પ્રતિ કિલોમીટરના કરો. '1 કિમીનું મિનિમમ ભાડું ₹20 થવું જોઈએ' જ્યારે અન્ય રિક્ષા ચાલક શહેજાદ અબ્દુલભાઈ માડકિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ, મોરબી, જામનગર જેવા સિટીમાં ભાડાં વધી ગયા અને ખરેખર રાજકોટમાં વધે એવી અમારી માંગણી છે. હાલમાં રેપિડો ચાલુ થયા બાદ અમે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળીએ છીએ અને 9.30 વાગ્યે બોણી થાય છે. અમારું એવું કહેવાનું છે રેપિડો હોય તોય ભલે અને રેપિડો વગરના હોય તોય ભલે. 1 કિલોમીટરના મિનિમમ ₹ 20 થવા જોઈએ તો અમારું ઘર ગુજરાન ચાલે.
    Click here to Read More
    Previous Article
    पेंट उखड़ने या गेट का हैंडल निकलने पर मकान मालिक नहीं काट सकेगा सिक्योरिटी डिपॉजिट, जानिए Wear and Tear नियम
    Next Article
    બસપોર્ટમાં સ્વચ્છતાનું ફોટો સેશન થયું!:જ્યાં પહેલેથી સફાઈ હતી ત્યાં 2 મિનિટ સાવરણો ફેરવી MLA ટીલાળા રવાના, દીકરીઓએ જાગૃતિ રેલી કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment