Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં LJP રામવિલાસની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે:બેઠકમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપશે, વડોદરા આવેલા પ્રદેશ પ્રમુખે કહ્યું: ગુજરાતમાં ગઠબંધનમાં ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું

    10 घंटे पहले

    લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના વડોદરા શહેર અને જિલ્લા સંગઠન દ્વારા દશામાના વ્રત નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલે હાજરી આપી હતી અને ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે વાત કરી હતી. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલ એ જણાવ્યું હતું કે, આજે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના વડોદરા શહેર અને વડોદરા જિલ્લા એકમ દ્વારા દશામાની મૂર્તિઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વડોદરા શહેરના પ્રમુખ મહેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ તેમના દ્વારા આવા પ્રજાલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે, જેમાં પાર્ટી તેમને પૂરો સાથ-સહકાર આપશે. તેઓએ વધુમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ચૂંટણી લડવા કે બેઠકો અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ આપણા નેતા ચિરાગ પાસવાન સાથે થયેલી ચર્ચા મુજબ જો યોગ્ય અને સક્ષમ ઉમેદવાર હશે તો ચોક્કસપણે બેઠકની માંગણી કરવામાં આવશે અને ગઠબંધન હેઠળ ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું. આગામી સમયમાં, કદાચ આવતા મહિને અમદાવાદ ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજાવાની છે, જેમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપવાના છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના વડોદરા શહેર પ્રમુખ મહેશ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે દશામાના વ્રત નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે દશામાની મૂર્તિઓના નિઃશુલ્ક વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મૂર્તિ ખરીદી શકતા નથી, તેવા લોકો પણ આ વ્રત અને પૂજા-અર્ચના ખૂબ જ ભાવપૂર્વક અને શ્રદ્ધા સાથે કરી શકે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ટ્યુશન શિક્ષક સામે POCSO હેઠળ ગુનો:14 વર્ષની સગીરા સાથે અડપલાંની ફરિયાદ; શિક્ષક એયુબખાન બેલીમ વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસે 50,000 ઝૂમ્યા:પરંપરાગત વાજિંત્રો સાથે સાંસ્કૃતિક ઉજવણી; પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment