Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસે 50,000 ઝૂમ્યા:પરંપરાગત વાજિંત્રો સાથે સાંસ્કૃતિક ઉજવણી; પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરાયો

    9 घंटे पहले

    વલસાડ જિલ્લાના ધરમપુરમાં 9 ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસી દિવસ' ની ભારે ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારોમાંથી 50,000 થી વધુ લોકો જોડાયા હતા, જ્યાં આદિવાસી સંસ્કૃતિ અને એકતાના સંગમ સાથે પાર-તાપી રિવર લિંક જેવા પ્રોજેક્ટો સામે સખત વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. 15 ડીજે અને પરંપરાગત વાજિંત્રોના તાલે રેલી નીકળી આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ધરમપુરમાં 15 જેટલા ડીજે અને ઓર્કેસ્ટ્રા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલો તારપા, તૂર, ઢોલ જેવાં પારંપરિક વાજિંત્રોના તાલે ઝૂમી ઊઠ્યા હતા. આ પ્રસંગે પ્રકૃતિ, વાઘદેવ અને બ્રહ્મદેવની વિધિવત પૂજા-અર્ચના કરીને પોતાની સંસ્કૃતિ પ્રત્યે આદર વ્યક્ત કરાયો હતો. શિક્ષણ, આરોગ્ય અને પરંપરા જાળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ય અગ્રણી કમલેશ પટેલે માહિતી આપતા કહ્યું કે, વર્ષ 1995થી શરૂ થયેલી આ ઉજવણી હવે લોકોત્સવ બની ગઈ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી જીવનશૈલી, બોલી અને કળાને જીવંત રાખવા સાથે યુવાનોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી અંગે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે ડૉક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સહિત સમાજના તમામ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જળ, જંગલ અને જમીન પર અતિક્રમણ સામે ચેતવણી આ ઉજવણી દરમિયાન આદિવાસી અગ્રણીઓએ પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ, ભારતમાલા અને લેપર્ડ સફારી પાર્ક જેવા પ્રોજેક્ટ્સનો સખત વિરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ઉમરગામથી અંબાજી સુધીનો સમગ્ર આદિવાસી સમાજ એકજુટ છે અને પોતાના જળ, જંગલ અને જમીન પર કોઈ પણ પ્રકારનું અતિક્રમણ સહન નહીં કરે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં LJP રામવિલાસની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે:બેઠકમાં ચિરાગ પાસવાન પણ ખાસ હાજરી આપશે, વડોદરા આવેલા પ્રદેશ પ્રમુખે કહ્યું: ગુજરાતમાં ગઠબંધનમાં ટિકિટ મળશે તો ચૂંટણી લડીશું
    Next Article
    વીજ વાયર હવે લટકતા નહિ રહે:2000 કરોડના ખર્ચે LT અને HT લાઈન અંદર ગ્રાઉન્ડ કરાશે, કરોળિયાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment