Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ વાયર હવે લટકતા નહિ રહે:2000 કરોડના ખર્ચે LT અને HT લાઈન અંદર ગ્રાઉન્ડ કરાશે, કરોળિયાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

    8 hours ago

    વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં વીજ માળખાને વધુ આધુનિક, સુરક્ષિત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત સમગ્ર વડોદરા શહેરમાં અંદાજિત રૂ. 2000 કરોડથી પણ વધુના વિશાળ ખર્ચે એલટી (Low Tension) અને એચટી (High Tension) વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો સીમલેસ રહે અને ચોમાસા કે અન્ય કુદરતી આપદાઓ દરમિયાન વીજ સેવા ખોરવાય નહીં તે હેતુથી આ મોટી રકમનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યની રજૂઆત બાદ આજે કરોળિયા વિસ્તારની લાઈન મંજુર થતા તેનું ખાતમુહૂર્ત કરાયું રોડના નિર્માણમાં ઓવરહેડ લાઈન નડતરરૂપ હતી સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, મધુનગર કેનાલથી આરસીસી રોડ બની રહ્યો છે જેમાં માધ્ય ગુજરાત વીજ કંપનીની ઓપવરહેડ લાઈન નડતરરૂપ હતી. આ લાઈન હટાવી તેને અંદર ગ્રાઉન્ડ કરવા માટેની રજુઆત કરવામાં આવી હતી જેને ગ્રાહ્ય રાખીને આ લાઈન અંદર ગ્રાઉન્ડ કરવામાં આવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શહેરમાં અન્ય સ્થળોએ પણ આ લાઈનો બદલવાની કામગીરી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તેની મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં શહેરમાં મોટાભાગની લાઈનો અંડરગ્રાઉન્ડ થઇ જશે જેનાથી અકસ્માતોનો પણ ભય નહીં રહે. 2.76 કરોડના ખર્ચે કામ થશે આ બૃહદ આયોજનના ભાગરૂપે કરોળિયા વિસ્તાર ખાતે ગુજરાત સરકારની ડીઆઈએસએસ (DISS) સ્કીમ અંતર્ગત અંદાજિત 2.76 કરોડના ખર્ચે હાઈ ટેન્શન (HT) લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેયુર રોકડીયા તેમજ વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરો, પાલિકાના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિવિધ હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અકસ્માતોનો ભય ઓછો થઇ જશે ઓવરહેડ વીજ લાઈનોને કારણે ઘણીવાર અકસ્માતોનો ભય રહે છે અને ચોમાસામાં વૃક્ષો પડવાથી કે વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી નાગરિકોને અવિરત વીજળી મળશે અને શહેરનું સૌંદર્ય પણ વધશે. કરોળિયા વિસ્તારમાં હાથ ધરાયેલ આ કામગીરીથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભવિષ્યમાં વીજ સંબંધિત સમસ્યાઓમાંથી મોટી રાહત મળશે. મેયર ગીતાબેન મકવાણાએ પણ આ યોજનાને વડોદરાના માળખાકીય વિકાસ માટે એક ક્રાંતિકારી કદમ ગણાવ્યું હતું અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસે 50,000 ઝૂમ્યા:પરંપરાગત વાજિંત્રો સાથે સાંસ્કૃતિક ઉજવણી; પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરાયો
    Next Article
    Shaheen Bagh के मुसलमान कीचड़ में रह रहे हैं! Water Logging | Delhi Rain | Delhi-NCR Drainage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment