Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં PNG ગેસ લાઇન તૂટતા 700 ઘરોનો સપ્લાય ખોરવાયો:ધર્મીનનગરમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના, સમારકામ શરૂ

    9 hours ago

    નવસારી શહેરના ધર્મીન નગર વિસ્તારમાં ખોદકામ દરમિયાન PNGની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે આસપાસના અંદાજિત 700 ઘરોમાં રાંધણ ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ધર્મીન નગરમાં ગેસ પાઇપલાઇનના પુલિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી મશીન વડે ખાડો ખોદતી વખતે અજાણતા ગેસ લાઇનના પાઇપને નુકસાન થયું હતું, જેના પરિણામે ગેસ લીકેજ શરૂ થયું. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગુજરાત ગેસ લિમિટેડની ટેકનિકલ મેન્ટેનન્સ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે. હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેસ લાઇનમાં ભંગાણ પડવાને કારણે ધર્મીન નગર અને તેની આસપાસના 700 જેટલા પરિવારો પ્રભાવિત થયા છે. કંપની દ્વારા ટૂંક સમયમાં ગેસ સપ્લાય પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પોલીસે ગેસ એજન્સી, CNG પમ્પ સંચાલકો સાથે બેઠક યોજી:સુરક્ષા અને નિયમોના પાલન પર ભાર મૂકાયો
    Next Article
    રાજકોટ AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં નવા ઘટસ્ફોટ, 5ની ધરપકડ:'હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા, પ્રણવે ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી', ઇન્સ્ટામાં સુસાઈડ નોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment