Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં નવા ઘટસ્ફોટ, 5ની ધરપકડ:'હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા, પ્રણવે ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી', ઇન્સ્ટામાં સુસાઈડ નોટ

    10 hours ago

    ગુજરાત રાજ્યની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. MBBSમાં અભ્યાસ કરતા રતન મેઘવાલે સહપાઠી 5 મેડિકલ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું છે. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી સુસાઈડનોટમાં લખ્યું કે,હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા, હું તેની માફી માગું છું. પ્રણવે રતન-નીલમના ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી હતી. આરોપીઓના નામ મૃતકની સાથે ભણતા 5 વિદ્યાર્થીની ધરપકડ રાજકોટ SC, ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને MBBSના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યા મૂજબ, તેમની સાથે અભ્યાસ કરતા MBBSના જ 5 વિદ્યાર્થી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તેને આપઘાતનું અંતિમ પગલું ભર્યુ હતુ. પોલીસે મૃતક યુવાન સાથે અભ્યાસ કરતા મેડિકલના 5 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સિવાય એક મહિલા મિત્રનો ઉલ્લેખ છે, જે મૃતક યુવાન અને આરોપીઓ બંનેના મિત્ર છે. જે પણ MBBSમાં જ અભ્યાસ કરે છે. તેઓની વચ્ચે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત થતી હતી. ત્રીજી વખત આપઘાતના પ્રયાસમાં મોત આ યુવાને અગાઉ એક નહીં પરંતુ બે-બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ત્રીજી વખત તેને આપઘાતનો પ્રયાસ કરતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. અગાઉ 28 જાન્યુઆરી, 2026ના પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વખતે તેને બચાવી લેવાયો હતો. જે બાદ તેનું કાઉન્સિલિંગ થયુ હતુ અને મનોચિકિત્સકની દવા ચાલુ હતી. જોકે બાદમાં તે AIIMS હોસ્પિટલમાં ન હતો. યુવાન તેના ઘરે રાજસ્થાનના જેસલમેર હતો, જ્યાં પણ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો યુવકે આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી જે બાદ ગત 13 માર્ચ, 2026ના યુવાન રાજસ્થાનથી રાજકોટ આવી પહોંચ્યો હતો અને 14 માર્ચના વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાને આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેમની સાથે અભ્યાસ કરતા મિત્રો જ તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કઈ રીતે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેનો કોઈ ઉલ્લેખ નથી. આજે 15મી માર્ચે પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. AIIMS રાજકોટના 2021 બેચના વિદ્યાર્થી મૃતક રતનકુમાર મેઘવાલ દ્વારા લખાયેલ એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે તેની આત્મહત્યા માટે જવાબદાર કારણો અને વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી છે. પત્રનો સારાંશ મારપીટ અને પ્રતાડના: રતને ઉલ્લેખ કર્યો છે કે 27/1/26ના રોજ આ 5 છોકરાએ તેમની સાથે રૂમ 203 (બોયઝ હોસ્ટેલ)માં મારપીટ કરી હતી. તેમણે રતનના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જેથી તેમને માનસિક રીતે તોડી શકાય. યુવતી વિશે સ્પષ્ટતા: રતને ભારપૂર્વક જણાવ્યું છે કે આમાં યુવતીની કોઈ ભૂલ નથી અને તેને અથવા તેના માતા-પિતાને આ માટે જવાબદાર માનવા નહીં. તેમના મતે, યુવતી પોતે જ આ છોકરાઓના 'માઇન્ડ ગેમ' અને 'લવ બોમ્બિંગ'નો શિકાર બની હતી. રતન અને યુવતીનો સંબંધ: તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ (Love) નહોતો પરંતુ ઊંડું ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) હતું. રતને સ્વીકાર્યું કે બંને વચ્ચે ગેરસમજ થઈ હતી અને વાતચીત બંધ થવાને કારણે સ્થિતિ બગડી હતી. પ્રણવ પાલીવાલની ભૂમિકા: રતને આક્ષેપ કર્યો છે કે પ્રણવે રતન અને યુવતી વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતીને ઈમોશનલી મેનીપ્યુલેટ કરીને પોતાની જાળમાં ફસાવી હતી, જે માત્ર એક 'ટાઈમપાસ' હતો. » અંતિમ ઈચ્છાઓ અને વિનંતીઓ કાનૂની કાર્યવાહી: રતને માંગ કરી છે કે તે 5 છોકરા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ફોનની FSL તપાસ કરવામાં આવે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે. યુવતી માટે રક્ષણ: રતને કોલેજને વિનંતી કરી છે કે યુવતી સામે કોઈ કાનૂની કે એકેડેમિક પગલાં ન લેવામાં આવે. તેને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે. અન્ય પીડિતો: પત્રમાં જણાવાયું છે કે આ જ છોકરાઓએ અગાઉ રાજ તિવારી નામના વિદ્યાર્થી સાથે પણ મારપીટ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહોતા. સુસાઈડ નોટથી સમજો આખી ઘટના 27 જાન્યુઆરીએ હું શારીરિક અને માનસિક હેરાનગતિનો શિકાર બન્યો હતો. મેં ઉશ્કેરાઈને સુસાઇડ નોટ લખી અને આખો દિવસ પોલીસથી બચીને રાત્રે રેલવે ટ્રેક પર ઉભો હતો ત્યારે પોલીસે ટ્રેસ કરી લીધો. 2021ની બેચના 5 છોકરાએ મારી સાથે મારઝૂડ કરી પરંતુ આજે હું ઉશ્કેરાયા વિના લખી રહ્યો છું. રતનકુમાર મેઘવાલ, એઇમ્સ-રાજકોટ. મારા મોતના જવાબદાર 2021ની બેચના 5 છોકરા છે. તેમણે મારી સાથે મારઝૂડ કરી હતી. જેમાં પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ નિર્વિમ નૂર અને યુવરાજ ચૌધરી સામેલ છે. 28 જાન્યુઆરી, 20026ના રોજ પહેલો સુસાઈડ લેટર લખ્યો ત્યારે મેં મારા મોત માટે મારી સાથે થયેલા દગાને જવાબદાર ઠેરવ્યો પણ મારા મોત માટે 5 છોકરા જવાબદાર છે, જેણે મારી સાથે મારઝૂડ કરી છે. 12 કલાક બાદ રેલવે ટ્રેક પર મળ્યો અને ત્યાર બાદ મને જાઈ થઈ તે વ્યવહાર સમજો મારી ઈચ્છા છે કે, નીલમ(નામ બદલ્યું છે) અને મારા પિતાને જવાબદાર ન માનવામાં આવે. 28 જાન્યુઆરી, 2026ના રોજ હું કોલેજથી ક્યાંક ચાલ્યો ગયો તો 12 કલાક બાદ હું રેલવે ટ્રેક પર મળ્યો અને ત્યાંથી આવ્યા બાદ મને જાણ થઈ અને જે વ્યવહાર થયો તે સમજો. રતન નીલમ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો રતનને નીલમનો આશિક સમજવામાં આવ્યો પણ રિયાલિટીમાં રતન એક ઇમોશનલ વ્યક્તિ હતો જે નીલમ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. પ્રેમ-રોમાન્સ કંઈ નહીં. જે નીલમની કેર કરવા માટે મેં તેના ઘરે કોલ કર્યો. પરંતુ તેના માતા-પિતા સામે તેની નિંદા કરી નહીં, ઉલટાનું તેને સમજાવ્યું કે, તમે નીલમને બેસીને પ્રેમથી સમજાવો. તો પહેલી સુસાઇડનોટમાં નીલમને કેમ ખરી-ખોટી કહી? કારણ કે જ્યારે રતનને ખબર પડી કે નીલમે કોલ રેકોર્ડિંગ(જેમાં નીલમ માટે કંઈ ખરાબ બોલ્યો નહીં) પ્રણવને મોકલી દીધું અને રતનને માર ખવડાવવાનો વિચાર કર્યો. રતને તેને પોતાની સાથે થયેલો દગો માની લીધો. રતનને તેના માટે ગુસ્સો આવ્યો કે તેના માટે સારું વિચાર્યું છતાં મારી સાથે આવો વ્યવહાર કર્યો. IMP-નીલમ રતનના ઇમોશનલ એટેચમેન્ટને શરૂઆતથી જ પ્રેમ સમજી રહી હતી, તેને એવું લાગતું હતું કે રતન મને પ્રેમ કરે છે. પરંતુ વાસ્તવિકતા જુદી હતી. પરંતુ રતન જ્યારે હોસ્ટેલ પરત આવ્યો ત્યારે જાણ થઈ કે રેકોર્ડિંગ પાંચ છોકરામાંથી કોઈ પાસે પહોંચ્યું છે. પરંતુ પ્રણવ પાસે નથી અને નીલમના કોઈ મિત્રએ મોકલ્યું છે. જ્યારે રતને સુસાઈડ નોટ નીલમને મોકલી તો તુરંત તેનો રિપ્લાય આવ્યો, તમે મારા ઘરે કોલ કરી ખરાબ કર્યું તમે સોરી બોલી દો. IMP-મને લાગતું નથી કે, નીલમને રેકોર્ડિંગ શેર કરતી વખતે કોઈ આઇડિયા હશે કે, પ્રણવ અને તેના દોસ્તી રતન સાથે મારપીટ કરશે નહીંતર નીલમ એવું કરત નહીં. નીલમ અથવા તેની બહેનપણીઓઓને મારી મિત્રને જવાબદાર ન બનાવવામાં આવે, ના માતા-પિતાને આમાં ખેંચવામાં આવે. આ પાંચેય સામે કાનૂની કાર્યવાહી કરી મારપીટનો કેસ દાખલ કરવો. એમણે પહેલા રાજ સાથે મારપીટ કરી, હવે મારી સાથ કાલે ફરી એક વાર કરશે. ગુનાખોરીની માનસિકતા ધરાવે છે, નાર્સિસ્ટ છે. એમણે શારીરિક રીતે હેરાન કરીને માનિસક ટોર્ચર એક કલાક સુધી કર્યાં. જેના કારણે ડિપ્રેશન થયું હતું. એમણે મારપીટ કે વીડિયો/ઓડિયો નથી બનાવ્યો તો FSL તપાસ કરવામાં આવે.એક યુવતી નીલમને ઈમોશનલ મેન્યૂપ્લેટ કરીને ભાવનાત્મ રીતે ખોટા પ્રેમમાં ફસાવીને ટાઈમપાસ કરીને કેટલાય કેસ એની પર કર્યાં. જેને રતનને દગો માન્યો. રતને નીલમને જવાબદાર માની કેમ કે નીલમે જ્યારે કોલ રેકોર્ડિંગ શેર કરીને પ્રણવ અને એના મિત્રો પાસે રતનને માર ખવડાવી એની સાચી માહિતી મળી ગઈ હતી. તો હું નીલમ પાસે માંફી માગું છું એને બિલકુલ આઈડિયા ન હોત કે પ્રણવ અને એના મિત્રો રતન સાથે મારપીટ કરશે, એના માટે નીલમને જવાબદાર માનવામાં આવે. પૂરી કોલેજ નીલમને રતનના નિર્ણય માટે જવાબદાર ન માને. હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા. કોલેજના તમામ વ્યક્તિ એમાં નીલમને કસૂરવાર ન સમજે એ મારી અંતિમ ઇચ્છા મારી હજુ એક અંતિમ ઈચ્છા છે કે કોલેજના તમામ વ્યક્તિ એમાં નીલમને કસૂરવાર ન સમજે અને એને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા દે. જો શક્ય હોય તો એને સપોર્ટ કરે. તે પરિસ્થિતિઓનો શિકાર બની છે. જે નીલમની આસપાસના લોકો છે તે તેને સંભાળે, સપોર્ટ કરે. અને નીલમ પોતાના જીવનમાં સફળ થશે અને ન થાય તો રતનની આત્મા દુખી થશે. કે નીલમને પ્રણવવાળી વાત બતાવીને સાચું નથી કર્યું કે કે પ્રણવે રતન-નીલમ ટેન્શનનો ફાયદો ઉઠાવીને ગેમ રમી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં PNG ગેસ લાઇન તૂટતા 700 ઘરોનો સપ્લાય ખોરવાયો:ધર્મીનનગરમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના, સમારકામ શરૂ
    Next Article
    વહીવટદાર હર્ષદ પટેલે ભાવનગર મનપાનો ચાર્જ સંભાળ્યો:રજાના દિવસે વિકાસ કાર્યો અને જનસુવિધાને વેગ આપવા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment