Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહીવટદાર હર્ષદ પટેલે ભાવનગર મનપાનો ચાર્જ સંભાળ્યો:રજાના દિવસે વિકાસ કાર્યો અને જનસુવિધાને વેગ આપવા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

    12 hours ago

    રાજ્ય સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એડમિનિસ્ટ્રેટર (વહીવટદાર) તરીકે નિમણૂક પામેલા હર્ષદ પટેલે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે શહેરની મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી વહીવટી પ્રક્રિયાઓને ગતિશીલ બનાવવાના સંકેત આપ્યા હતા. તેમજ નિયમિત ચૂંટાયેલી બોડીની નિમણૂક થાય ત્યાં સુધી શહેરનો વહીવટ સૂચારુ રીતે ચાલે, નાગરિકોને સમયસર સેવાઓ મળે અને પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે એડમિનીસ્ટ્રેટર દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના એડમિનીસ્ટ્રેટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનીસ્ટ્રેટર તરીકે રાજ્ય સરકાર તરફથી મારી નિમણૂક થઈ છે. આજે ભાવનગર શહેરની મુલાકાત લઈ અને ભાવનગર કોર્પોરેશનના જે અગત્યના તમામ વિભાગોના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે તમામ વિભાગોની અલગ-અલગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા પણ ચર્ચા જે રેગ્યુલર ચૂંટણી થઈ અને નિયમિત જે જનરલ સભા અને સ્ટેન્ડિંગ કમિટીની વ્યવસ્થા હોય છે એની નિમણૂક થાય એ દરમિયાન સુધી વહીવટ સુચારુ રીતે ચાલે. તમામ સેવાઓ લોકોને સમયસર મળી રહે, ચાલુ યોજનાઓ હોય એ સમયબદ્ધ રીતે આગળ વધે અને જે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય એનું સત્વરે નિરાકરણ થાય એ માટે અત્યારે કામગીરી અને હયાત વ્યવસ્થા છે એની સમીક્ષા કરવામાં આવી. આગળ વધુને વધુ સુદ્રઢ રીતે કઈ રીતે કરી શકાય એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સતત જે બાબતો હશે એનું રિવ્યુ કરવામાં આવશે. પાણીની વ્યવસ્થા વધુ સધન બનાવવા પણ સમીક્ષા ભાવનગર શહેરને અલગ-અલગ ચાર સોર્સમાંથી જે પાણી આપવામાં આવે છે એ મુજબ શેત્રુંજી ડેમ, બોરતળાવ, પાણી પુરવઠા બોર્ડથી જે પાણી મળે છે અને જે એ રીતે ચાર અલગ-અલગ સોર્સમાંથી પાણી મળે છે, એ અત્યારે એનું જે વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી હોય એનો સુચારુ રીતે ઉપયોગ કરી અને નિયમિત શહેરમાં જે પાણી વિતરણ થાય છે એમાં કોઈ સમસ્યા હોય તો એનું તુરંત નિરાકરણ થાય અને લોકોને નિયમિત અને સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે એ માટેની વ્યવસ્થા વધારે સઘન રીતે ચલાવવામાં આવે એ માટે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી. શહેરને સ્પર્શતી ઈમરજન્સી બાબતોનું ત્વરિત નિરાકરણ લવાશે સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કામો મંજૂર થયેલા હોય એ નિયમાનુસાર જે પ્રક્રિયા હશે એ આગળ એમાં વધશે. જે એના મંજૂરી મળી હોય, બજેટમાં જોગવાઈ થઈ ગયેલી હોય, અને ટેક્નિકલ અને વહીવટી પાસાઓ ધ્યાનમાં લઈ એની મંજૂરી હોય એ નિયમિત રીતે સુચારુ રીતે કામ ચાલશે. ઈમરજન્સીની કોઈ બાબતો હોય, અથવા શહેરને સ્પર્શતી કોઈ અગત્યની બાબત હોય અને વચગાળાના સમય દરમિયાન એનું નિરાકરણ કરવું જરૂરી હોય તો એનો નિર્ણય અમારા દ્વારા કરવામાં આવશે. પણ મોટાભાગે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે બોડી હોય એ જમીનને લગતી બાબતો હોય, મોટી નાણાકીય બાબતો હોય, બજેટને લગતી બાબતો હોય કે મોટી નીતિવિષયક બાબતો હોય તો એમના દ્વારા નિયમિત રીતે કરવામાં આવતું હોય છે. વહીવટદારની નિમણૂક સરકારે એટલા માટે કરી કે વચ્ચેના સમય દરમિયાન કોઈ સમસ્યા હોય તો એનું તાત્કાલિક નિરાકરણ થાય, અને અગત્યની કોઈ પ્રજાને સ્પર્શતી બાબત હોય તો એના પર તુરંત ધ્યાન આપી શકાય એ માટે વહીવટદાર દ્વારા એના નિર્ણયો કરવામાં આવશે. કોરો પોતાની સમસ્યા ઓનલાઈને અને રૂબરૂમાં રજૂ કરી શકે છે કોર્પોરેશનનું કામ લોકોને સુવિધા આપવાનું છે, એટલે જે મારા અલગ-અલગ વિભાગના અધિકારીઓ છે, કમિશનર છે, એ લોકો અહીંયા કોર્પોરેશનમાં જ ફરજ બજાવે છે અને લોકોને જે પણ પ્રશ્ન હોય એ ઓનલાઈન માધ્યમથી, ફિઝિકલ માધ્યમથી, રૂબરૂમાં એ લોકો દરેક સમસ્યા રજૂ કરી શકે, અને એનું નિરાકરણ ઝડપથી કરવામાં આવશે, અને એના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે જ વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને કોર્પોરેશનને માર્ગદર્શન આપવામાં આવે અને જે લોકોને સ્પર્શતા કામો છે એ સત્વરે થાય.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં નવા ઘટસ્ફોટ, 5ની ધરપકડ:'હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા, પ્રણવે ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી', ઇન્સ્ટામાં સુસાઈડ નોટ
    Next Article
    NDTV Assam Power Play: Migration, Identity And Shifting Demographic Landscape

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment