Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર ઘરેલુ-કોમર્શિયલ PNG પર 15% વેટ વસૂલે છે:PNG, CNG સહિતની પેદાશો પર 2 વર્ષમાં 41 હજાર કરોડ વેટ

    1 week ago

    ગુજરાત સરકારે પીએનજી સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટ પર છેલ્લા બે વર્ષમાં 41 હજાર કરોડ રૂપિયા વેટ(વેલ્યૂ એડેડ ટેક્સ-VAT) વસૂલ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ પૂછ્યો હતો કે પીએનજી સહિતના પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કેટલો વેરો વસૂલાય છે? તેના જવાબમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ જવાબ આપ્યો હતો કે, પીએનજી પર 15%, સીએનજી પર 15% પેટ્રોલ પર 13.7% વેટ અને 4% સેસ અને ડિઝલ પર 14.9% વેટ અને 4% સેસ વસૂલાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2026 સુધી રાજ્ય સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કુલ 41,493 કરોડ વેટ વસૂલ્યો છે. રાજ્ય સરકાર 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે ગુજરાત સરકાર લોકો પાસેથી 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે. જેમાં વ્યવસાય વેરો, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ફી, રજીસ્ટ્રેશન ફી, મિલકત વેરો, વેચાણ વેરો, સરચાર્જ, સ્ટેટ એક્સાઇઝ, વાહન વેરો, પેસેન્જર ટેક્સ, વીજ વેરો, મનોરંજન વેરો, જીએસટી વગેરે સામેલ છે. 4 વર્ષમાં ગુજરાત સરકારની પોતે વસૂલવામાં આવતા ટેક્સની આવક બમણા જેટલી વધી છે. 2020-21માં ટેક્સની આવક 70 હજાર કરોડ રૂપિયા હતી, જે 98% વધીને 2023-24માં 1.38 લાખ કરોડ રૂપિયા થઇ છે.
    Click here to Read More
    Previous Article
    એકાએક આ અભિયાન ધીમું પડી ગયું:142થી વધુ પીજી સંચાલકોને નોટિસ પછી મ્યુનિ.નું અભિયાન ધીમું પડી ગયું
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી; 2196 ડોક્ટર, 44હજાર પોલીસ,18 હજાર શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment