Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી; 2196 ડોક્ટર, 44હજાર પોલીસ,18 હજાર શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની ઘટ

    1 week ago

    યાજ્ઞિક પરીખ ગુજરાત સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી છે. સરકારના 27 મંત્રાલયમાંથી 26માં 20% લઇ 68% જગ્યાઓ ખાલી પડી રહી છે. સરકારના બજેટ દસ્તાવેજ મુજબ, રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની 2196, પોલીસમાં કોન્સ્ટેબલથી લઇ આઇજી ક્લાસ સુધીની 44 હજાર, શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની 18 હજાર જગ્યાઓ ઘટ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પણ 11 માસના કરાર પર નોકરી કરી રહ્યા છે. સરકારી ભરતી કરતાં મુખ્ય ત્રણ બોર્ડ- જીપીએસસી, ગૌણ સેવા અને્ પંચાયત સેવા પસંદગી મંડળમાં કુલ 300 જગ્યામાંથી 146 જગ્યા આઉટસોર્સ-11 માસના કરાર કે ફિક્સ પગાર પર ભરાયેલી છે. જીપીએસસીમાં 25 જગ્યા ખાલી પણ છે. રોજગાર-શ્રમ વિભાગમાં જ 2305 જગ્યા ખાલી છે. સરકારની કુલ 320 ઓફિસમાં 1.39 લાખ કર્મચારી-અધિકારી આઉટસોર્સ પર છે. સામાન્ય વહીવટ, મહેસૂલ, શહેરી વિકાસ, સ્પોર્ટ્સ, સામાજિક ન્યાય વિભાગની ગ્રાન્ટેડ સંસ્થામાં કુલ મંજૂર થયેલી 4576 જગ્યા સામે આઉટસોર્સ સહિત 10 હજાર જગ્યા ભરાયેલી છે. રાજ્ય સરકારમાં 1.23 લાખ અને મંત્રાલય હેઠળની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓમાં 40 હજાર જગ્યા ખાલી છે. સરકારે જેટલી જગ્યાઓ મંજૂર કરી છે, તેમાં મોટા ભાગની કાયમી રીતે ભરવાની હોય છે. પરંતુ જે જગ્યાઓ ભરવામાં આવી છે, તેમાં આઉટસોર્સ, 11 મહિનાના કરાર અને ફિક્સ વેતનના આધારે પણ જગ્યા ભરવામાં આવી છે. રાજ્યમાં 2006થી ફિક્સ વેતનની નીતિ લાગુ છે, જેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. યુવા સૌથી વધુ તૈયારી કરે છે, તેવી જગ્યા પણ ખાલી 5 વર્ષમાં સરકારી પરીક્ષા માટે 1.25 કરોડ ફોર્મ ભરાયા છે. યુવાનો સૌથી વધુ તૈયારી કરે છે, તે પદોની અનેક જગ્યા ખાલી છે. સેક્શન/નાયબ સેક્શન અધિકારીની 732, મામલતદારની 1384, રાજ્ય વેરા નિરીક્ષક/અધિકારીની 1066, નાયબ કલેક્ટરની 24, સમાજ કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ ખાલી છે. સચિવ સહિતની ક્લાસ 1- 2ની 36 ટકા જગ્યા ખાલી સરકારમાં ક્લાસ 1-2ની કુલ 64 હજારથી વધુ જગ્યા મંજૂર થયેલી છે. તેમાંથી 36% એટલે કે 24 હજારથી વધુ જગ્યા ખાલી છે. તેમાં વિવિધ પ્રકારના ક્લાસ-1 સચિવની 274 જગ્યાની ઘટ છે. ક્લાસ-3ની 7.25 લાખથી વધુ મંજૂર જગ્યા સામે 12% એટલે કે 86 હજારથી વધુ જગ્યા ખાલી છે. જ્યારે ક્લાસ-4ની 12 હજારથી વધુ જગ્યા ખાલી છે. આઉટસોર્સ-કરાર માટે રૂ.5255 કરોડનો ખર્ચ સરકારમાં કુલ 1.39 લાખ કર્મચારી-અધિકારીઓ આઉટસોર્સ, 11 માસના કરાર કે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે. તેમને વર્ષે 5355 કરોડ પગાર ચૂકવાય છે. છઠ્ઠા-સાતમા પગાર પંચના 6 લાખથી વધુ સ્ટાફને 60 હજાર કરોડ પગાર અપાય છે. સરકારી કચેરીના સ્ટાફ માટે 19 હજાર કરોડ વધુ ખર્ચ થાય છે. રાજ્ય ચૂંટણી કમિશનર 11 માસના કરાર પર! 320 ઓફિસમાં 1.39 લાખનો સ્ટાફ આઉટસોર્સ DGP ઓફિસના સાયબર વિભાગમાં 326 જગ્યા ખાલી રોજગાર-શ્રમ વિભાગમાં જ 2,304 જગ્યા ખાલી પેરામેડિકલ સ્ટાફમાં 5 હજારથી વધુ જગ્યા ખાલી ક્લાઇમેટ વિભાગમાં માત્ર 25 જગ્યા, ભરાયેલી 16
    Click here to Read More
    Previous Article
    સરકાર ઘરેલુ-કોમર્શિયલ PNG પર 15% વેટ વસૂલે છે:PNG, CNG સહિતની પેદાશો પર 2 વર્ષમાં 41 હજાર કરોડ વેટ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:હૉસ્પિટલ તંત્રની ભૂલને કારણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓને 1 હજારની નજીવી સહાય પણ નથી મળતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment