Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વસ્તિક સિલ્ક મિલ્સનો કરોડોની છેતરપિંડીનો ભાગીદારનો આક્ષેપ:નકલી સહી અને બનાવટી રીકન્સ્ટિટ્યુશન ડીડ બનાવી પેઢી હડપ કરવાનું કાવતરું, PMOમા 4 ફરિયાદ બાદ હવે કમિશનરને રજૂઆત

    2 days ago

    હિરા અને ટેક્સટાઈલના ગઢ ગણાતા સુરત શહેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે વેપારી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી 'સ્વસ્તિક સિલ્ક મિલ્સ' માં ભાગીદારીના નામે થયેલી છેતરપિંડી અને ત્યારબાદ કાયદેસરના ભાગીદારને દસ્તાવેજી ગેરરીતિ દ્વારા બહાર કરી દેવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે. પીડિત ભાગીદાર કમલેશ સિંહ છેલ્લા બે વર્ષથી પોલીસ મથકો, GST વિભાગ અને છેક PMO સુધી ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ વ્યવસ્થાની જટિલતા અને કથિત વહીવટી નિષ્ક્રિયતાને કારણે આજે પણ તેઓ ન્યાયથી વંચિત છે. કમલેશ સિંહ 2022માં ભાગીદારીમાં જોડાયા હતા આ સમગ્ર ઘટનાની શરૂઆત નવેમ્બર 2022માં થઈ હતી. કમલેશ સિંહ, જેઓ અગાઉ 'જાનવી પ્રોસેસર્સ' ના નામે કાપડ ડાઈંગનું કામ કરતા હતા, તેમને રાજેશ યાદવ નામના મધ્યસ્થી દ્વારા અંકિત શ્રીવાસ્તવ અને જ્ઞાનપ્રકાશ શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરાવાઈ હતી. "કાપડના ધંધામાં મોટો નફો છે" તેવી લાલચ આપીને કમલેશભાઈને ભાગીદારીમાં જોડાવા માટે સમજાવવામાં આવ્યા હતા. 31, ડિસેમ્બર,2022ના રોજ નોટરી વકીલ શૈલેષ એસ. પૂજારા સમક્ષ કાયદેસરનો ભાગીદારી કરાર કરવામાં આવ્યો આ કરાર મુજબ, મારુતિ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી, ઉધના-પાંડેસરા ખાતે 'સ્વસ્તિક સિલ્ક મિલ્સ' ના નામે વેપાર શરૂ થયો. શરૂઆતના થોડા મહિના કામકાજ બરાબર ચાલ્યું, પરંતુ જેવો નફો થવાનું શરૂ થયું, આરોપીઓની દાનત બગડી હતી. નકલી દસ્તાવેજ દ્વારા કમલેશભાઈને ભાગીદારીમાંથી 'સ્વૈચ્છિક નિવૃત્ત' જાહેર કરી દેવાઈ જ્યારે કમલેશભાઈએ ધંધાના હિસાબો અને નફામાં ભાગની માંગણી કરી, ત્યારે આરોપીઓએ તેમને અંધારામાં રાખીને એક મોટું ષડયંત્ર રચ્યું. આરોપ મુજબ, આરોપીઓએ કમલેશભાઈની જાણ વગર અને તેમની સહીઓ વગર એક નકલી 'પુનઃરચના કરાર' તૈયાર કર્યો. આ નકલી દસ્તાવેજ દ્વારા કમલેશભાઈને ભાગીદારીમાંથી 'સ્વૈચ્છિક નિવૃત્ત' જાહેર કરી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ અન્ય વ્યક્તિઓને ભાગીદાર તરીકે ઘુસાડી દેવામાં આવ્યા. આ નકલી દસ્તાવેજોના આધારે: GST નંબર (24AAEXFS0694D1ZN) હેઠળ પાર્ટનરની વિગતો બદલી નાખવામાં આવી. પેઢીના બેંક વ્યવહારો પર પીડિતનો અધિકાર છીનવી લેવાયો. ઉધના સબ-રજિસ્ટ્રાર કચેરી અને અન્ય વિભાગોમાં ખોટા સોગંદનામા રજૂ કરવામાં આવ્યા. ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા પીડિતે હાર માનવાને બદલે કાયદાકીય લડત શરૂ કરી, પાંડેસરા પોલીસ મથકમાં 30 એપ્રિલ, 2024થી લઈને અત્યાર સુધી અડધો ડઝનથી વધુ અરજીઓ આપી હોવા છતાં, હજુ સુધી આ મામલે કાયદેસરની FIR નોંધાઈ નથી. છેવટે પીડિતે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. કોર્ટે ઓગસ્ટ 2025માં મૌખિક આદેશો આપ્યા હોવા છતાં, સ્થાનિક પોલીસ તપાસમાં 'ઢીલી નીતિ' અપનાવી રહી હોવાનો પીડિતનો આક્ષેપ છે. PMOમાં 4 વખત ઓનલાઇન ફરિયાદ કરી PMOમાં જૂન 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન 4 વખત ઓનલાઇન ફરિયાદો કરવામાં આવી. આ ફરિયાદો વારંવાર નીચેના વિભાગોમાં મોકલવામાં આવે છે અને સંતોષકારક તપાસ વગર ફાઈલ બંધ કરી દેવામાં આવે છે. 10થી વધુ RTI અરજીઓ કરી કમલેશભાઈએ પોલીસ તપાસની વિગતો અને GST વિભાગની કાર્યવાહી જાણવા માટે 10થી વધુ RTI અરજીઓ કરી. જેમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે વિભાગો પાસે પૂરતી માહિતી હોવા છતાં તેઓ તે આપવાનો ઇનકાર કરી રહ્યા છે. આજે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી આજે કમલેશ સિંહ પોતાની ફરિયાદનું નિરાકરણ ન મળતા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને કમિશનર અનુપમસિંહ ગહલોતને રજૂઆત કરી હતી 'પપ્પાની નકલી સહી કરીને તેમણે ‘રીકન્સ્ટિટ્યુશન ડીડ’ બનાવી' ભોગ બનનારના દીકરા અભયસિંહે જણાવ્યું હતું કે, હકીકતમાં મારા પિતા સાથે છેતરપિંડી થઈ છે અમારી ડાઈંગ મિલ છે, તેમાં સામેવાળા ભાગીદારે નકલી સહી કરીને ‘સ્વસ્તિક સિલ્ક મિલ્સ’ નામની ફર્મ છે, જેમાં પપ્પા સાથે ફ્રોડ થયું છે. તેમાં પપ્પાની નકલી સહી કરીને તેમણે ‘રીકન્સ્ટિટ્યુશન ડીડ’ બનાવી. તે પણ પપ્પાની જાણ બહાર, અંગૂઠા કે સહી વગર તેમણે રઘુભાઈ ડી. વાલ્વી પાસે નોટરી કરાવી અને તેને GST માં સબમિટ કરી દીધી. એ સબમિટ કર્યા પછી જે સર્ટિફિકેટ આવ્યું તેના દ્વારા તેમણે નવા-નવા બેંક એકાઉન્ટ ખોલાવ્યા અને અત્યારે બધો બિઝનેસ તેનાથી જ ચલાવી રહ્યા છે. 'જે દોષિતો છે તેમને સજા મળવી જોઈએ' તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે કેટલા એકાઉન્ટ ખોલાવ્યા છે તેની અમને કોઈ જાણકારી નથી, પણ જે એકાઉન્ટમાં અમે પહેલા ભાગીદાર હતા, તેમાંથી એક કોટક મહિન્દ્રાનું એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યું છે અને એક ICICIનું એકાઉન્ટ અત્યારે ચાલુ છે. અમારી માંગ એ જ છે કે આમાં જે દોષિતો છે તેમને સજા મળવી જોઈએ. પોલીસ આના પર કાર્યવાહી કરે. અમે બે વર્ષથી આમતેમ ભટકી રહ્યા છીએ, એટલે જ ઈચ્છીએ છીએ કે પોલીસ FIR કરે અને જે ગુનેગાર છે તેમને સજા મળે. મેં બે વર્ષની અંદર પોલીસ સ્ટેશનમાં 6 અરજી આપી છે - કમિશનર ઓફિસમાં અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં. બાકી 4 અરજી PMO માં આપી છે. ત્યારબાદ અમે કોર્ટમાં પણ ગયા હતા. કોર્ટ તરફથી એવો જ ફેંસલો આવ્યો હતો કે તમે પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવો અને જે પણ પરિણામ આવે તે અમને જણાવો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વિકાસ કાર્યોનું નિરીક્ષણ:કમિશનરે ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ કરવા તાકીદ કરી
    Next Article
    જામનગર યાદવનગર ચોરીનો ભેદ ઉકેલાયો:7.65 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment