Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર યાદવનગર ચોરીનો ભેદ ઉકેલાયો:7.65 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

    2 days ago

    જામનગરના યાદવનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક આરોપીને રૂ. 7,65,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ચોરી 2 મે, 2026ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન યાદવનગર આહીર સમાજ નજીક આવેલા નારણભાઈ હમીરભાઈ કંડોરીયાના રહેણાંક મકાનમાં થઈ હતી. અજાણ્યા ઈસમે તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ અને તિજોરીમાંથી રૂ. 8,30,000 રોકડા તથા રૂ. 30,000ની સોનાની વીંટી સહિત કુલ રૂ. 8,60,000નો મુદ્દામાલ ચોર્યો હતો. પોલીસ ટીમે બનાવ સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. બાતમીના આધારે શનિ ઉર્ફે જેસિંગભાઈ કોળી (ઉંમર 19, રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર) નામના શંકાસ્પદ આરોપીને દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચેથી મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી રૂ. 7,35,000 રોકડા અને રૂ. 30,000ની સોનાની વીંટી મળી કુલ રૂ. 7,65,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ માટે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ સફળ કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લાના પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરી અને પો.સ.ઈ. એમ.વી. ભાટીયાની ટીમે કરી હતી. આ ટીમમાં ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડિયાતર, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મયુદિનભાઈ સૈયદનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વસ્તિક સિલ્ક મિલ્સનો કરોડોની છેતરપિંડીનો ભાગીદારનો આક્ષેપ:નકલી સહી અને બનાવટી રીકન્સ્ટિટ્યુશન ડીડ બનાવી પેઢી હડપ કરવાનું કાવતરું, PMOમા 4 ફરિયાદ બાદ હવે કમિશનરને રજૂઆત
    Next Article
    India may avert 10 million cervical cancer but vaccine cover remains low

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment