Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વિકાસ કાર્યોનું નિરીક્ષણ:કમિશનરે ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ કરવા તાકીદ કરી

    4 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા અને રવિકાન્ત પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું સ્થળ પર વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ડી-માર્ટથી ઝાડેેશ્વર કોઝવે (બ્રિજ) સુધીના વિકાસ કાર્યો, બોડા તળાવ ડેવલપમેન્ટની કામગીરી, ધોળીપોળ ગેટ અને દિવાલના હેરીટેજ ડેવલપમેન્ટ કાર્યો, દક્ષિણ ઝોનમાં હોકર્સ ઝોનનું નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, મેળાના મેદાનથી ધરમતળાવ સુધીના આર.સી.સી. રોડનું કામ, રેલ્વે સ્ટેશન (વઢવાણ) ખાતેની લાઈબ્રેરીનું કાર્ય અને લાખુપોળ તળાવ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત લઈ કામની ગુણવત્તા, ઝડપ, સમયમર્યાદા અને ટેક્નિકલ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે કામની ગુણવત્તા જાળવવા, સમયસર પૂર્ણ કરવા અને નાગરિકોને વધુમાં વધુ સુવિધા મળે તે દિશામાં કામ કરવાના આદેશ આપ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરને વધુ સુંદર, સ્વચ્છ અને આધુનિક શહેર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત તમામ વિકાસ કાર્યોને ગુણવત્તાપૂર્ણ અને સમયસર પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડવાળા ક્રિકેટરો પર મોટી ઘાત?:એરપોર્ટ પર સિરાજ મોબાઈલમાં વીડિયો જોતા રેકોર્ડ થયો; રોહિત-ગોએન્કાની જોડી જામી ગઈ, VIDEO
    Next Article
    સ્વસ્તિક સિલ્ક મિલ્સનો કરોડોની છેતરપિંડીનો ભાગીદારનો આક્ષેપ:નકલી સહી અને બનાવટી રીકન્સ્ટિટ્યુશન ડીડ બનાવી પેઢી હડપ કરવાનું કાવતરું, PMOમા 4 ફરિયાદ બાદ હવે કમિશનરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment