Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ 2 પ્રોજેક્ટમાં પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, 14 કરોડ પરત કર્યાં; રજીસ્ટ્રારના રાજીનામાની માગ

    2 days ago

    ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કથિત કૌભાંડનો વિવાદ વધારે વકર્યો છે. નીરજા ગુપ્તાએ કરોડો રૂપિયાના કૌભાંડ કર્યાં હોય તેવા આક્ષેપ થયા હતા. જો કે હવે વિવાદ વધારે વકરતા નીરજા ગુપ્તાએ (પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ ) PMJVK પ્રોજેક્ટ પર પોતાના PI (પ્રિન્સિપલ ઈન્વેન્સિગેટર) તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમજ PMJVKમાં 16 કરોડથી વધુની ગ્રાન્ટની રકમ પોતાના જ નામથી ખાતું ખોલાવ્યું હતું તેમાં જમા થઈ હતી. જેમાંથી 14 કરોડ રકમ ગુજરાત યુનિવર્સિટીને પરત કરી છે. જો કે નીરજા ગુપ્તા હજુ પણ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે છે. IDSRના બ્રેન મેપિંગ લેબ અને બહુરત્ન વસુંધરા પ્રોજેક્ટમાં PI છે, જ્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ કો.PI છે. બ્રેન મેપિંગ લેબમાં પ્રોજેક્ટમાંથી નીરજા ગુપ્તાએ 24.98 લાખ અને પિયુષ પટેલે 3.20 લાખ મેળવ્યા હતા. આ બંને પ્રોજેક્ટમાં પણ PMJVK પ્રોજેક્ટની જેમ નીરજા ગુપ્તાએ પોતાની જ પોતે નિમણૂંક કરી હતી. પૂર્વ કુલપતિની સાથે સાથે રજીસ્ટ્રારની પણ સંડોવણી શંકાના દાયરામાં આવી ગઈ છે. સિન્ડિકેટ સભ્યની જાણ બહાર જ કરોડોના રૂપિયાના કામ પાસ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી રજીસ્ટ્રાર પિયુષ પટેલ રાજીનામું આપે તેવી માગ સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. કાર્યકરો રજીસ્ટ્રાર પિયુષ પટેલને નકલી નોટનો હાર પહેરાવવા માટે કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા છે. જે બાદ રજીસ્ટ્રારની ઓફિસનો દરવાજો બંધ હોવાથી તોડી દેવામાં આવ્યો અને ઓફિસની અંદર પિષૂય પટેલની ખુરશીને નકલી નોટનો હાર પહેરાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું NSUIએ એલાન કર્યું છે. આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં પીએમના નામની યોજનાના 40 કરોડનો હિસાબ નથી મળતો પોતાના નામે ખોલાવેલા એકાઉન્ટમાં રકમ જમા થઈ હતી ગુજરાત યુનિવર્સિટીમાં નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થતા તેમના સામે કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો થયા હતા. યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવેલા PMJVK પ્રોજેક્ટમાં પોતે જ પીઆઈ બની તેમના નામથી નવું એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે પ્રોજેક્ટમાં મળતી ગ્રાન્ટ સાથે લિંક કરવામાં આવ્યું હતું. જે નવા એકાઉન્ટમાં ગ્રાન્ટ જમા થઈ હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો હતો. તેમજ રાજીનામું આપ્યા બાદ પણ પોતાના PI તરીકેના હોદ્દા પરથી રાજીનામુ ન આપ્યું હતું. નવા એકાઉન્ટમાં જમા થયેલી રકમ પણ યુનિવર્સિટીમાં જમા કરાવી ન હતી. જેથી નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપ થયા હતા. રજીસ્ટ્રારને મેઈલ કર્યો, 14 કરોડ ડિમાન્ડ ડ્રાફ્ટ કર્યાં જો કે હવે વિવાદ વધારે સર્જાતા આખરે PMJVK પ્રોજેક્ટમાં પોતાના PI તરીકેના હોદ્દા પરથી રાજીનામુ રજીસ્ટ્રારને મેઈલ મારફતે નીરજા ગુપ્તાએ મોકલી આપ્યું છે. PMJVK પ્રોજેક્ટમાં જે 16.53 કરોડથી વધુની રકમ જમા થઈ હતી તેમાંથી 14 કરોડની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટથી ગુજરાત યુનિવર્સિટીને મોકલી આપવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ મળતી ગ્રાન્ટ મેળવવા માટે પોતાના નામથી અલગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં પોતાની સાથે સાથે કોમ્યુટર ઓપરેટર પાર્થ પંચાલ અને ટેમ્પરરી એકાઉન્ટન્ટ હર્ષાબેનનું નામ પણ એડ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે માત્ર કુલપતિ, રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટ ઓફિસર જ રહી શકતા હોય છે. પરંતુ નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજીનામું આપ્યું ત્યાં સુધીનો હિસાબ આપવા સૂચના PMJVK પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટનો હિસાબ પણ છેલ્લા ઘણા સમયથી આપવામાં આવ્યો નથી. જેથી 2 કરોડનો ખર્ચ ક્યાં થયો છે તેનો હિસાબ આપવા ચીફ એકાઉન્ટ ઓફિસરને સૂચના આપવામાં આવી છે. પોતાનો કુલપતિ તરીકે કાર્યકાળ પૂર્ણ થયો છતાં નીરજા ગુપ્તા ત્રણ હોદ્દા પર પીઆઈ તરીકે રહ્યા હતા. એટલે કે રાજીનામું આપ્યું ત્યાં સુધીના હિસાબની વિગતો જમા કરાવવા માટે ચીફ એકાઉન્ટન્ટને આદેશ આપવામાં આવ્યો છે. 'PMJVKમાં 40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી' ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ હતો જેને PMJVK નામથી ઓળખવામાં આવે છે. જેમાં 40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. પ્રથમ હપ્તામાં 16 કરોડથી વધુની રકમ મળી હતી. જે પીઆઇ હતા જેમના ખાતામાં આ રકમ જમા થઈ હતી. 11 ઓગસ્ટના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારને મેઈલ કરીને રાજીનામુ મોકલી આપ્યું હતું. જેમાંથી 14 કરોડ 59 લાખ 19 હજાર 772 રુપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને મોકલી આપી છે. જે રકમને આ પ્રોજેક્ટ માટે ખોલાવેલા નવા એકાઉન્ટમાં 10 સપ્ટેમ્બરે આ ખાતામાં રકમ જમા થઈ છે. 'ચાર્ટડ એકાઉન્ટેટ ઓડિટેડ સ્ટેટમેન્ટ આપવા સૂચના' વધુમાં ડૉ.જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ડિમાન્ડ ડ્રાફ્ટ સિવાયના જે 2 કરોડ રુપિયા છે. જે અધિકારીઓ આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. તેમને સૂચના આપવામાં આવી છે કે, ચાર્ટડ એકાઉન્ટટ છે એમને સ્પષ્ટ કહ્યું છે. બે જાતના ચાર્ટડ એકાઉન્ટેટ ઓડિટેડ સ્ટેટમેન્ટ તાત્કાલિક તૈયાર કરીને જમા કરાવે. 31 માર્ચે ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થયા બાદ પણ હિસાબ જમા કરાવવામાં આવ્યો નહતો જેથી તે પણ સત્વરે જમા કરાવવા અન્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કુલપતિનો કાર્યકાળ પૂરો થાય ત્યારે સામાન્ય રીતે તેમને તમામ પદ પરથી રાજીનામુ આપવું જોઈએ પરંતુ તે થયું ન હતું. કુલ ત્રણ પ્રોજેક્ટમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પીઆઈ તરીકે કાર્યરત હતા જેમાંથી માત્ર એક પદ પરથી રાજીનામુ મળ્યું છે બાકીના પદ પરથી હજુ સુધી રાજીનામું આપવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું નથી. અત્યારે સમગ્ર કથિત કૌભાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની કમિટી હેઠળ કરવામાં આવી રહી છે. આ કમિટીને પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના કાર્યકાળમાં લીધેલા નિર્ણય અને ગ્રાન્ટના હિસાબની તપાસ કરવામાં આવી છે. તેમજ જે ભરતી થઈ હતી તેમાં ખોટી નિમણૂંકને લઈને પણ તપાસ સોંપવામાં આવી છે. તેની સાથે સાથે કુલ 4 વર્ષના હિસાબની ચકાસણી તપાસ કમિટીને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી નગરપાલિકામાં 12મો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં 500થી વધુ લાભાર્થીઓને મળ્યો સરકારી યોજનાઓનો લાભ
    Next Article
    ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સૌપ્રથમ વખત તાપમાનનો પારો 36.8 ડિગ્રી પહોંચ્યો:વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભાવનગરમાં ગરમીનો પારો ઉંચકાયો, તાપમાન નો પારો 36.8 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment