Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી નગરપાલિકામાં 12મો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં 500થી વધુ લાભાર્થીઓને મળ્યો સરકારી યોજનાઓનો લાભ

    2 days ago

    અમરેલી નગરપાલિકા કચેરી ખાતે આજે 'શહેરી' વિસ્તાર માટે 12મા તબક્કાનો 'સેવાસેતુ કાર્યક્રમ' યોજાયો હતો. સાંસદ ભરત સુતરીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારના 13 જુદા-જુદા વિભાગોની 55 પ્રકારની સેવાઓ હેઠળની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવાનો હતો. આ કાર્યક્રમમાં અમરેલી શહેરના 500થી વધુ નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો. લાભાર્થીઓને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ સ્થળ પર જ મંજૂરીના હુકમો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નાગરિકોને આવકના પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, જન્મ-મરણના દાખલા અને આધારકાર્ડ જેવી પાયાની સેવાઓનો લાભ પણ મળ્યો હતો. આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, ઉપપ્રમુખ વિરલ પોપટ, નગરપાલિકાના સભ્યો, જિલ્લા હોદ્દેદારો અતુલ કાનાણી, મયુર માંજરીયા, રાજુ ભુતૈયા અને વિજય ચોટલીયા હાજર રહ્યા હતા. પ્રાંત અધિકારી જાડેજા, મામલતદાર દવે, અમરેલી ચીફ ઓફિસર વિનોદ રાઠોડ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભુજના બાપા દયાળુ નગરમાં વરસાદી અને ગટરના પાણી ભરાયા:રહેવાસીઓનું જીવન મુશ્કેલ બન્યું, રોગચાળાની આશંકા; તંત્ર પાસે ઉકેલની માંગ
    Next Article
    નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ 2 પ્રોજેક્ટમાં પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, 14 કરોડ પરત કર્યાં; રજીસ્ટ્રારના રાજીનામાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment