Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સૌપ્રથમ વખત તાપમાનનો પારો 36.8 ડિગ્રી પહોંચ્યો:વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભાવનગરમાં ગરમીનો પારો ઉંચકાયો, તાપમાન નો પારો 36.8 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા

    2 days ago

    ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે એક બાજુ સતત ગરમી નો પારો વધી રહ્યો છે, શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમીના પારામાં સતત વધારો નોંધાયો છે જેમાં પાંચ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 33.2 ડિગ્રીથી વધીને 36.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં નાગરિકો અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં દિવસભર આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયેલા રહે છે, પરંતુ અપેક્ષા મુજબનો વરસાદ ન વરસતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. ગરમીનો પારો ફરી એકવાર ઊંચકાઈને સપ્ટેમ્બરમાં સૌ પ્રથમ વખત પારો 36.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં થઈ રહેલા વધારા-ઘટાડાના કારણે પ્રજાજનો ગરમીથી ભારે અકળામણ અનુભવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસનું તાપમાનનો પારો તા.19 સપ્ટેમ્બર ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 68 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.20 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 68 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.21 સપ્ટેમ્બર ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 61 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.22 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.23 સપ્ટેમ્બર ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 67 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. આમ, છેલ્લા પાંચ દિવસના આંકડા દર્શાવે છે કે 19 સપ્ટેમ્બરથી લઈને 23 સપ્ટેમ્બર સુધીમાં મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે જિલ્લાભરમાં બફારા અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ 2 પ્રોજેક્ટમાં પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, 14 કરોડ પરત કર્યાં; રજીસ્ટ્રારના રાજીનામાની માગ
    Next Article
    ચા ન મંગાવી તો સગીરે મિત્રની હત્યા કરી નાખી:સુરેન્દ્રનગર નવા જંકશન પાસે ગળા અને માથામાં છરીના ઘા ઝીંકી આરોપી ફરાર; ઘાયલ યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment