Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચા ન મંગાવી તો સગીરે મિત્રની હત્યા કરી નાખી:સુરેન્દ્રનગર નવા જંકશન પાસે ગળા અને માથામાં છરીના ઘા ઝીંકી આરોપી ફરાર; ઘાયલ યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો

    1 day ago

    સુરેન્દ્રનગરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું છે. એક યુવકની ગળા તથા માથાના ભાગે છરીના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ લઈ જવાતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે. ચા ન મંગાવતા સગીર મિત્રને લાગી આવ્યું પોલીસ ફરિયાદ અનુસાર મૃતક જાવેદ તેના મિત્રો સાથે નવા જંકશન રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલી એક ચાની દુકાને ગયો હતો. તે સમયે તેની સાથે આરોપી સગીર અને અન્ય મિત્રો પણ હાજર હતા. ત્યાં તમામ મિત્રો માટે ચા મંગાવવામાં આવી હતી પરંતુ આરોપી સગીર માટે ચા ન મંગાવતા તેને આ બાબતનું ભારે ખોટું લાગી આવ્યું હતું. આ સામાન્ય મનદુઃખને કારણે બંને વચ્ચે આંતરિક તણાવ ઊભો થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતા છરી વડે હુમલો ઘટનાના બે દિવસ બાદ જાવેદે આરોપી સગીરને ફોન કરીને પાણીના ટાંકા પાસે બોલાવ્યો હતો. જાવેદ અને આરોપી વચ્ચે ચા બાબતના જૂના મનદુઃખને લઈને ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો વધતાં જ સગીરે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી જાવેદના ગળા અને માથાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં જાવેદ જમીન પર ઢળી પડતાં હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત બનાવ બની જતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા જાવેદને સારવાર માટે સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના તબીબોએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. જાવેદના ભાઈ સોહિલ ઉર્ફે સાહીલને મિત્ર મારફતે જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેના ગળા અને માથા પર ઊંડા ઘા જોવા મળ્યા હતા. સીટી એ ડિવિઝન પોલીસે તપાસ આદરી આ અંગે મૃતકના પરિજનો અને મિત્રની આપવીતીના આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ચકચારી હત્યા કેસની આગળની તપાસ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એમ. સંગાડા દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસે નાસી છૂટેલા સગીર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં શોધખોળ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સૌપ્રથમ વખત તાપમાનનો પારો 36.8 ડિગ્રી પહોંચ્યો:વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભાવનગરમાં ગરમીનો પારો ઉંચકાયો, તાપમાન નો પારો 36.8 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા
    Next Article
    પાટણમાં પશુ સુધારણા વિભાગે સ્વચ્છતા, વૃક્ષારોપણ કર્યું:નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment