Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMJAYનો લાભ મળે તે માટે AMCની પહેલ:હોસ્પિટલમાં જ દર્દીનું આધાર અપડેશન પૂર્ણ

    1 week ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકલક્ષી સેવાઓને વધુ સરળ બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે. PMJAYનો લાભ દર્દીને સમયસર મળી રહે તે માટે AMCના આધાર વિભાગે હોસ્પિટલમાં જઈને આધાર કાર્ડ અપડેશનની કામગીરી પૂર્ણ કરી છે. અસારવા સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ 36 વર્ષીય પાર્થ નંદૂ પટેલ આધાર નોંધણી કેન્દ્ર સુધી જઈ શકે તેવી સ્થિતિમાં ન હતા. તેમના પરિવારજનોએ આધાર કાર્ડમાં જરૂરી સુધારો કરાવવા માટે હોસ્પિટલ એનરોલમેન્ટની અરજી કરી હતી. PMJAY યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડમાં સુધારો કરાવવો જરૂરી હોવાથી અરજીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ અરજી ગુજરાત આધાર સ્ટેટ ઓફિસ મારફતે AMCને પ્રાપ્ત થતાં જ આધાર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓની UIDAIની માર્ગદર્શિકા મુજબ ચકાસણી કર્યા બાદ AMCના સ્ટાફે 6 જૂન, 2026ના રોજ UID એનરોલમેન્ટ કીટ સાથે યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચીને દર્દીના આધાર કાર્ડની નોંધણી અને અપડેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ શહેરમાં કાર્યરત 47 આધાર નોંધણી કેન્દ્રો ઉપરાંત અશક્ત, દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે ઘરઆંગણે તેમજ હોસ્પિટલમાં આધાર સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ ખેંચાય તો પણ પાણીની મુશ્કેલી નહીં પડે:રાજકોટમાં મેયર-ધારાસભ્યની હાજરીમાં ખાસ બેઠક યોજાઇ, લોકોને પૂરતા દબાણ સાથે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવા આદેશ
    Next Article
    સંતરોડ નજીક પાનમ નદી બ્રિજ 4 વર્ષ બાદ ખુલ્લો મુકાયો:સાંસદના પ્રયાસોથી હાઈવે પર ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાનો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment