Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "જય-વીરુની જોડીને ન બચાવી શકવાનો વસવસો આજીવન રહેશે":પરિમલ નથવાણીએ શેર કરી 4 દાયકા જૂની અણમોલ યાદો, સરકારને કરી ખાસ અપીલ

    21 hours ago

    વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ગિર અને એશિયાઈ સિંહો સાથેના તેમના ચાર દાયકા જૂના નાતા અને અનુભવો શેર કર્યા છે. ગિરની ઇકોસિસ્ટમ સાથેનો તેમનો ભાવનાત્મક લગાવ, સિંહ સંરક્ષણ માટે કરાયેલા પ્રયાસો અને ભવિષ્યના પડકારો અંગે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. 200થી વધીને સિંહોની સંખ્યા 891 થઈ પરિમલ નથવાણીએ પોતાના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું કે, વર્ષ 1987માં જ્યારે તેઓ પહેલી વાર સાસણ ગયા ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા માત્ર 200ની આસપાસ હતી. આજે બૃહદ ગિરના વિશાળ ભૂ-ભાગમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, જે વૈશ્વિક ધોરણે વન્યજીવ સંરક્ષણની સૌથી સફળ ગૌરવગાથા છે. તેમણે આ સફળતાનો શ્રેય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, વન વિભાગના અધિકારીઓ, ગાર્ડ્સ, ટ્રેકર્સ અને સ્થાનિક ગ્રામજનોની અથાક મહેનતને આપ્યો હતો. ખુલ્લા કૂવાઓ પર કઠેડા અને રેલવે લાઇન પર ફેન્સિંગની પહેલ સિંહોના અકસ્માતે થતાં મોત અટકાવવા માટે તેમણે વ્યક્તિગત રીતે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી વિનમ્ર પ્રદાન આપ્યું છે. તેમણે ગિરમાં 2828 જેટલા ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ કઠેડા બંધાવ્યા છે. આ ઉપરાંત સિંહો રેલવે લાઇન પર ન ચડી જાય તે માટે સઘન ફેન્સિંગ કરવા અને ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવા સતત રજૂઆતો કરી સક્રિયતા દાખવી છે. વાઇરસ સામે લડત અને 'જય-વીરુ'ને બચાવવાનો વસવસો સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર કે બેબિઓસિસ જેવા વાઇરસ ફેલાયા ત્યારે તેમણે 'વનતારા'ના નિષ્ણાતોની મદદ લઈને સારવાર ઉપલબ્ધ કરાવી હતી. વર્ચસ્વની લડાઈમાં ઘવાયેલા સિંહ દ્વય 'જય-વીરુ' ને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા, જોકે તેમને બચાવી ન શકાયાનો વસવસો તેમને જીવનભર રહેશે. હાલમાં જંગલ નજીક વધી રહેલા હોમ-સ્ટે અને રિસોર્ટના કારણે થતાં ધ્વનિ-પ્રકાશના પ્રદૂષણને રોકવા તેમણે સરકારને અપીલ પણ કરી છે. બદલાતું ગીર અને સિંહોની અનુકૂલન ક્ષમતા તેમણે નોંધ્યું કે, ચાર દાયકા પહેલાંના ગીર કરતાં આજનું ગિર ઘણું બદલાયું છે. સિંહો હવે અભયારણ્ય બહારના આરક્ષિત વિસ્તારો, નદી-નાળાં, ખેતરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે, જે તેમની અદ્ભુત અનુકૂલન ક્ષમતા દર્શાવે છે. તાજેતરમાં સિંહોએ જાતે જ બરડાને પોતાના બીજા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું છે. વિશ્વ સિંહ દિવસે માનવજાત માટે સંકલ્પ પોતાના સંદેશના અંતમાં પરિમલ નથવાણીએ અપીલ કરી હતી કે, વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ લઈએ કે ગિરના જંગલને ગંદું કે પ્રદૂષિત ન કરીએ અને સિંહોને પજવ્યા વગર તેમની સાથે સહઅસ્તિત્વ જાળવી રાખીએ.
    Click here to Read More
    Previous Article
    યુવા ભીમસેના પ્રમુખે ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુલાકાત લીધી:બોટાદમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ પણ સાથે રહ્યા, વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ
    Next Article
    Gujarat Breaking News | ગુજરાતના 5 વાગ્યા સુધીના મોટા સમાચાર | Weather Update | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment