Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM આવાસના લાભાર્થીએ લાઇટ બિલ જોયું ને હ્રદયના ધબકારા વધ્યા:UGVCLએ 4.97 લાખનું બિલ ફટકાર્યું, પરિવારની તાત્કાલિક બિલ રદ્દ કરવા માગ, ગાંધીનગરના ન્યૂ વાવોલનો બનાવ

    1 day ago

    રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની ગંભીર બેદરકારી સામે આવી છે. આજે 3 જુલાઈના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુડા આવાસમાં રહેતા એક સામાન્ય લાભાર્થીને વીજ કંપનીએ અચાનક રૂ. 4,97,420.38નું જંગી વીજ બિલ ફટકારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય ઘરગથ્થુ વપરાશ કરતા પરિવાર માટે લાખો રૂપિયાનું આ બિલ હાલ તો આર્થિક આફતથી ઓછું નથી. આવાસ યોજનાના લાભાર્થીને 4.97 લાખનું બિલ ફટકાર્યું પાટનગરમાં એક તરફ સામાન્ય લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સરકારી તંત્રની બેદરકારી ગરીબ પરિવારો માટે આફત બનીને તૂટી પડી છે. ગાંધીનગરના ન્યૂ વાવોલ સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને UGVCL દ્વારા રૂ. 4,97,420.38નું આસમાની બિલ ફટકારવામાં આવ્યું છે. જેણે આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. મહિનાના અંતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા પીડિત લાભાર્થી રણજીત ઠાકુરે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં અન્ય મધ્યમવર્ગીય પરિવારોની જેમ જ વીજળીનો વપરાશ થાય છે. મહિનાના અંતે સામાન્ય બિલ આવતું હોય છે, પરંતુ આ વખતે હાથમાં આવેલું બિલ જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. વીજ કંપની દ્વારા મોકલવામાં આવેલા આ આસમાની બિલના આંકડા જોઈને પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોય ત્યારે આટલી મોટી રકમ ક્યાંથી ભરવી તે પ્રશ્ન તેમને મૂંઝવી રહ્યો છે. કોઈ ટેકનિકલ ખામી કે મીટર રીડિંગમાં થયેલી ગંભીર ભૂલ હોઈ શકે આ મામલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના મતે આ કોઈ ટેકનિકલ ખામી કે મીટર રીડિંગમાં થયેલી ગંભીર ભૂલ હોઈ શકે છે. આટલો મોટો વપરાશ કોઈ સામાન્ય ઘરગથ્થુ મીટરમાં શક્ય જ નથી. આવાસ યોજના હેઠળ રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે, ત્યારે વીજ કંપનીની આ પ્રકારની બેદરકારી તેમને વધુ મુસીબતમાં મૂકી રહી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગરીબ માણસોને આવી રીતે હેરાનગતિ કરવી વ્યાજબી નથી. વીજ કંપનીએ ગ્રાહકોની સ્થિતિ સમજવાને બદલે સીધું જ આટલું મોટું બિલ પકડાવી દેતા અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. બિલની પુનઃચકાસણી કરવાની માગ પીડિત લાભાર્થીએ આ બાબતે તાત્કાલિક અસરથી UGVCLની કચેરીમાં લેખિત રજૂઆત કરી બિલની પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. ખોટી રીતે આવેલું આ બિલ તાત્કાલિક રદ કરીને તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી પરિવારની માંગ છે. શું કંપની ભૂલનો સ્વીકાર કરીને લાભાર્થીને રાહત આપશે? હવે જોવાનું એ રહ્યું કે, વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ આ ગંભીર ભૂલનો સ્વીકાર કરીને લાભાર્થીને ક્યારે રાહત આપે છે અને આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તેની કોઈ તપાસ થાય છે કે કેમ. આ કિસ્સાએ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાજ્ય ગેંગના બે સભ્યો ઝડપાયા:સોલર પ્લાન્ટ-પવનચક્કીના કેબલ ચોરીનો પર્દાફાશ, LCBની કાર્યવાહી
    Next Article
    ગુજરાતમાં 14 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત:28 જુલાઈએ મતદાન, 30 જુલાઈએ પરિણામ, જૂનાગઢ મનપા સહિત ન.પા., જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment