Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 14 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત:28 જુલાઈએ મતદાન, 30 જુલાઈએ પરિણામ, જૂનાગઢ મનપા સહિત ન.પા., જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર

    22 hours ago

    ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી કુલ 14 બેઠકો માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પેટાચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક સહિત વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ખાલી બેઠકોનો સમાવેશ થાય છે. આગામી 28 જુલાઈએ મતદાન યોજાશે અને 30 જુલાઈએ મતોની ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલી બની ગઈ છે. પેટાચૂંટણીનું સંપૂર્ણ શિડ્યુલ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર ટાઇમલાઇન નીચે મુજબ છે: કઈ જગ્યાએ કેટલી બેઠકો પર રસાકસી જામશે? રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, કુલ 14 બેઠકો પર યોજાનારી આ ચૂંટણીનું વિભાજન નીચે મુજબ છે: EVMથી થશે મતદાન ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ઈવીએમ (EVM) મશીનો દ્વારા જ કરવામાં આવશે. મતદાન કરવા માટે મતદારોએ પોતાનું સત્તાવાર EPIC (મતદાર ઓળખપત્ર) અથવા ચૂંટણી આયોગ દ્વારા માન્ય રાખવામાં આવેલા અન્ય વૈકલ્પિક ફોટો ઓળખપત્રો સાથે મતદાન મથકે હાજર રહેવાનું રહેશે. આયોગ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PM આવાસના લાભાર્થીએ લાઇટ બિલ જોયું ને હ્રદયના ધબકારા વધ્યા:UGVCLએ 4.97 લાખનું બિલ ફટકાર્યું, પરિવારની તાત્કાલિક બિલ રદ્દ કરવા માગ, ગાંધીનગરના ન્યૂ વાવોલનો બનાવ
    Next Article
    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા:પંચમહાલના શહેરા સ્થિત મંદિરે આગેવાનો સાથે પૂજા અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment