Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં PM કિસાન યોજનામાં ₹37.27 કરોડથી વધુનો લાભ:23મા હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 1.86 લાખ ખેડૂતોને સહાય

    18 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' અંતર્ગત કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતના 51.28 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 1,86,338 ખેડૂતોને 37.27 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળ્યો છે. સાબરકાંઠાના કડોલી કટ્ટી મંદિર ખાતે હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પશ્ચિમ બંગાળ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. ધારાસભ્ય વી. ડી. ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના સતત વિકાસને કારણે ગુજરાત રાજ્યે દેશભરમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના પ્રયોગો અને પશુપાલન દ્વારા આર્થિક ઉપાર્જન વધારીને સાબરકાંઠા જિલ્લો ખેતી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ દરમિયાન જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીના આધુનિક પ્રયોગો અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નરેશ પરમાર, જિલ્લા પંચાયત સદસ્યો, ખેતીવાડી અધિકારી ભાવેશ જોશી સહિતના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા ગ્રામ પંચાયતે વંચિત વિસ્તારોમાં વિકાસ કાર્યો કર્યા:સીસી રોડ, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ સહિતના કામો પૂર્ણ
    Next Article
    વલસાડમાં આવતીકાલે NEET પરીક્ષા:વહીવટીતંત્રએ વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી, 10 કેન્દ્રો પર હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment