Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં આવતીકાલે NEET પરીક્ષા:વહીવટીતંત્રએ વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી, 10 કેન્દ્રો પર હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    17 hours ago

    વલસાડ જિલ્લામાં રવિવારે, 21 જૂનના રોજ NEET (UG)-2026 પરીક્ષા યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જિલ્લાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને ઉમેદવારો નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉમેદવારો સિવાયની બિનઅધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઓળખપત્ર વિનાના કોઈપણ વ્યક્તિને કેન્દ્રની અંદર જવા દેવામાં આવશે નહીં. ખાનગી વાહનોના અનાવશ્યક પ્રવેશ પર પણ નિયંત્રણ રાખવામાં આવશે. પરીક્ષા દરમિયાન ચોરી અટકાવવા માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ રહેશે. પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે અન્ય કોઈપણ ગેરરીતિમાં ઉપયોગી સામગ્રી સાથે લઈ જવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા તંત્રએ ઉમેદવારો અને વાલીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા, પ્રવેશપત્ર અને માન્ય ઓળખપત્ર સાથે રાખવા તેમજ પરીક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. NEET જેવી મહત્વની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં PM કિસાન યોજનામાં ₹37.27 કરોડથી વધુનો લાભ:23મા હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 1.86 લાખ ખેડૂતોને સહાય
    Next Article
    જામનગર રૂરલ અંડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન:સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તારીખ અને સ્થળ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment