Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગ્રામ પંચાયતે વંચિત વિસ્તારોમાં વિકાસ કાર્યો કર્યા:સીસી રોડ, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ સહિતના કામો પૂર્ણ

    19 hours ago

    પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વંચિત વિસ્તારોમાં વિકાસને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્ય સાથે અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામોમાં સીસી રોડ, પાણીની લાઇન, ગટર લાઇન અને સ્ટ્રીટ લાઇટનો સમાવેશ થાય છે. ગામના બક્ષીપંચ વસવાટ કરતા નિશાળ પાસેના પરા વિસ્તારમાં 75થી વધુ એલઇડી લાઇટો લગાવવામાં આવી છે. રબારી નેશ પાછળ આવેલા રામદેવપીર મંદિર પાસેના તૂટેલા રસ્તા પર પહેલા પાણીની લાઇન નાખ્યા બાદ સીસી રોડનું કામ પૂર્ણ કરાયું છે. વર્ષોથી વંચિત રહેલા લીમડી ચોક વિસ્તારમાં રવાજી કાળાજી ઠાકોરના ઘરથી સિકોતર માતા ચોક સુધી સીસી રોડનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, લીમડી ચોકથી ગામના ગોંદરે જતા રસ્તા પર નવી પાણીની લાઇન નાખવામાં આવી છે. ગોગા મહારાજ મંદિર વાસમાં મહોલ્લાની ગલીઓમાં પણ સીસી રોડ બનાવવામાં આવ્યા છે. બસ સ્ટેશન પાસે સુવિધા પથની બંને બાજુએ બ્લોક પેવિંગની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. રબારી નેશના ગેટથી જોગણી માતા મંદિર સુધી પણ બ્લોક પેવિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, અન્ય વિકાસ કામો પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. લોકોપયોગી અનેકવિધ કામો કરતાં ગ્રામ પંચાયતે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. તેમણે આ માટે ગ્રામજનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Mint water in golgappas may be a breeding ground for E coli: Here are simple ways to reduce risk
    Next Article
    સાબરકાંઠામાં PM કિસાન યોજનામાં ₹37.27 કરોડથી વધુનો લાભ:23મા હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 1.86 લાખ ખેડૂતોને સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment