Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી વડોદરામાં સરદારધામ સંકુલનું ઉદ્ઘાટન કરશે:₹150 કરોડના પ્રોજેક્ટ માટે તૈયારીઓ તેજ, ભરૂચમાં બેઠક યોજાઈ

    10 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મે, 2026ના રોજ વડોદરામાં આશરે 150 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે. આ સંકુલ 2000 દીકરા-દીકરીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં યોજાનાર આ ઐતિહાસિક કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ લોકાર્પણ સમારોહને સફળ બનાવવા માટે ભરૂચના આત્મીય હોલ ખાતે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જશવંત પટેલના માર્ગદર્શન હેઠળ આ બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને આયોજનને સફળ બનાવવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ (મામા), નિરલ પટેલ, શૈલા પટેલ, સંજય પટેલ, શૈલેષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરદારધામ ફેઝ-3ના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ માટે આવેલા આગેવાનોના કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલ અને દિનેશ પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિતિ આપશે. આ ઐતિહાસિક પ્રસંગે પાટીદાર સમાજ સહિત તમામ વર્ગના લોકોને મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ભવ્ય બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પક્ષીઓ માટે માળા-કુંડાનું વિતરણ:જાયન્ટસ ગ્રુપ દ્વારા ઉનાળામાં પશ્રીઓને આશ્રય અને પાણીની વ્યવસ્થા કરાઈ
    Next Article
    નવસારીના સાતેમ ગામમાં દીપડી પાંજરે પુરાઈ:સાડા ત્રણ વર્ષની માદા દીપડી પકડાતા ગ્રામજનોએ રાહત અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment