Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પક્ષીઓ માટે માળા-કુંડાનું વિતરણ:જાયન્ટસ ગ્રુપ દ્વારા ઉનાળામાં પશ્રીઓને આશ્રય અને પાણીની વ્યવસ્થા કરાઈ

    11 hours ago

    બોટાદ શહેરમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પક્ષીઓ માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને, ગોકુળ મેડિકલ, પાળીયાદ રોડ ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં ખાસ તૈયાર કરાયેલા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની ગરમીમાં પક્ષીઓને આશ્રય અને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યક્રમમાં જાયન્ટસ ગ્રુપના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશન ઓફિસર નિલેશભાઈ કોઠારી, સી.એલ. ભીકડીયા સાહેબ, પૂર્વ પ્રમુખ માધવજીભાઈ માણીયા, લાલજીભાઈ કળથીયા, ગ્રુપના વી.પી. દીપકભાઈ માથુકિયા અને પરેશભાઈ દરજી સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રુપના સભ્યોએ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવી એ દરેકની ફરજ છે, અને આવી નાની પહેલ દ્વારા પણ મોટા બદલાવ લાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:NEETની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ પહેરેલી કંઠી કઢાવાતા વિવાદ, લિંબાયતમાં હત્યા અને છેડતીના આરોપીઓને પોલીસે જાહેરમાં ફટકાર્યા
    Next Article
    PM મોદી વડોદરામાં સરદારધામ સંકુલનું ઉદ્ઘાટન કરશે:₹150 કરોડના પ્રોજેક્ટ માટે તૈયારીઓ તેજ, ભરૂચમાં બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment