Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના સાતેમ ગામમાં દીપડી પાંજરે પુરાઈ:સાડા ત્રણ વર્ષની માદા દીપડી પકડાતા ગ્રામજનોએ રાહત અનુભવી

    9 hours ago

    નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા સાતેમ ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ મચાવેલા આતંકનો અંત આવ્યો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક માદા દીપડી કેદ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. રહેણાંક વિસ્તારમાં વધ્યો હતો ભય સાતેમ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની સતત અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો રહેણાંક વિસ્તારોમાં દેખાવાની સાથે મરઘા જેવા પાલતુ પ્રાણીઓનું મારણ કરતો હોવાથી ખેડૂતો અને શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે ગામના સરપંચ દ્વારા વન વિભાગને લેખિત જાણ કરવામાં આવી હતી. વન વિભાગની વ્યૂહાત્મક કાર્યવાહી ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખી નવસારી સામાજિક વનવિભાગની સુપા રેન્જ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે રામનગર-સાતેમ વિસ્તારમાં દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલી આશરે 3.5 વર્ષની માદા દીપડી ભીખુ મોચી પટેલની વાડીમાં મુકાયેલા પાંજરામાં કેદ થઈ ગઈ હતી. તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરાશે દીપડી પકડાયા હોવાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા વન રક્ષક નવલસિંહ રાઠોડ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડીનો કબજો મેળવ્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, દીપડીની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. લાંબા સમયથી ચાલતા દીપડાના ત્રાસમાંથી મુક્તિ મળતા સાતેમ ગામના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી વડોદરામાં સરદારધામ સંકુલનું ઉદ્ઘાટન કરશે:₹150 કરોડના પ્રોજેક્ટ માટે તૈયારીઓ તેજ, ભરૂચમાં બેઠક યોજાઈ
    Next Article
    Assembly Election Vote Counting | પ.બંગાળ સહિતના 5 રાજ્યોના વિધાનસભાના પરિણામ | Vote Counting Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment