Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીનું Gen-Z સાથે ભજન ક્લબિંગ, VIDEO:ગુજરાતી-હિન્દી ભજનો પર ખંજરી વગાડી, નવી પેઢીના આધ્યાત્મિક ટ્રેન્ડ સાથે તાલ મિલાવ્યો; દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે દિલ્હીના દિનદયાલ ઉપાધ્યાય પાર્કમાં ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદી ગુજરાતી, હિન્દી ભજનો પર ખંજરી વગાડતા અને Gen-Z સાથે સૂર પૂરાવતા જોવા મળ્યા. 'ભજન ક્લબિંગ' યુવાનો, ખાસ કરીને Gen Z વચ્ચે ઝડપથી ઉભરતો એક આધ્યાત્મિક ટ્રેન્ડ છે. આ પરંપરાગત ભજનો અને કીર્તનને આધુનિક કન્સર્ટ અથવા નાઇટ-ક્લબ જેવી 'વાઇબ' અને પ્રોડક્શન સાથે રજૂ કરવાની એક નવી રીત છે. ભજન ક્લબિંગ દરમિયાન પીએમ મોદીની તસવીરો… પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં ભજન ક્લબિંગનો ઉલ્લેખ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં પોતાની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન મેલબર્નમાં ભજન ક્લબિંગ ટ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રશંસા કરી હતી કે કેવી રીતે ભારતની નવી પેઢી પોતાની જડ અને આસ્થાને આધુનિક જીવનશૈલી સાથે સુંદર રીતે જોડી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભજન ક્લબિંગ ટ્રેન્ડને આપણી Gen-Z પેઢી આગળ વધારી રહી છે. આ પહેલાં જાન્યુઆરી 2026માં મન કી બાત કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ આ ટ્રેન્ડની ખૂબ પ્રશંસા કરી હતી. Gen-Z વચ્ચે લોકપ્રિય ભજન ક્લબિંગ શું છે... 'ભજન ક્લબિંગ' યુવાનો, ખાસ કરીને Gen-Z વચ્ચે ઝડપથી ઊભરી રહેલો એક આધ્યાત્મિક ટ્રેન્ડ છે. આ પરંપરાગત ભજનો અને કીર્તનને આધુનિક કૉન્સર્ટ અથવા નાઇટ-ક્લબ જેવી 'વાઇબ' અને પ્રોડક્શન સાથે રજૂ કરવાની એક નવી રીત છે. કેટલીક ખાસ વિશેષતાઓ… નશામુક્ત વાતાવરણ: ભલે તેનું નામ 'ક્લબિંગ' જેવું લાગે, પરંતુ આ કાર્યક્રમો સંપૂર્ણપણે સાત્વિક હોય છે. અહીં દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું કોઈ સ્થાન નથી. સામૂહિક ભાગીદારી: અહીં આવેલા દર્શકો માત્ર બેસીને સાંભળતા નથી, પરંતુ તેઓ પણ ગાય છે, તાળી પાડે છે, ઝૂમે છે અને કીર્તનમાં ભાગ લે છે. આધુનિક રજૂઆત: જૂના સમયનાં ભજનોને ટેક્નો બીટ્સ અથવા ગિટારની ધૂન જેવા આધુનિક સંગીત સાથે મેળવીને રજૂ કરવામાં આવે છે, જેથી યુવા પેઢી તેમની સાથે જોડાણ અનુભવી શકે. માનસિક શાંતિ અને તણાવમુક્તિ માટે જોડાય છે Gen-Z આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સંગમ: યુવા પેઢી પરંપરાઓ સાથે જોડાવા માગે છે, પરંતુ તેઓ તેને કોઈ જૂની અથવા "કંટાળાજનક" રીતને બદલે પોતાની આધુનિક જીવનશૈલીને અનુરૂપ રીતે અનુભવવાનું પસંદ કરે છે. માનસિક શાંતિ અને તણાવમાંથી રાહત: આજકાલના તણાવપૂર્ણ જીવનમાં, સામૂહિક રીતે પોઝિટિવ મ્યુઝીક સાંભળીને અને ગાઈને લોકો પોતાને તાજગીભર્યા અને તણાવમુક્ત અનુભવે છે. સમુદાય સાથે જોડાણ: આ લોકોને એકસાથે લાવે છે, જેના કારણે તેમને 'સંબંધિતતા' અથવા અપનાપાનો અનુભવ થાય છે.
    Click here to Read More
    Previous Article
    દારૂ પીને પ્લેન ઉડાવવા નીકળ્યો એર ઇન્ડિયાનો પાઇલટ!:સ્વિટ્ઝર્લેન્ડમાં પકડાયો ને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયો; DGCAએ આકરાં પગલાં લીધા
    Next Article
    હીરા ઉદ્યોગમાં સુધારો છતાં કારીગરો પીસાયા:નેચરલ અને લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધતાં મજૂરી વધારવા રત્નકલાકારોની માગ, GJEPCને પત્ર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment