Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરા ઉદ્યોગમાં સુધારો છતાં કારીગરો પીસાયા:નેચરલ અને લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધતાં મજૂરી વધારવા રત્નકલાકારોની માગ, GJEPCને પત્ર

    14 hours ago

    લાંબા સમયથી મંદીની માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં હવે ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. નેચરલ (રીયલ) અને લેબગ્રોન બંને પ્રકારના ડાયમંડની માગ બજારમાં વધવા પામી છે. આ સંજોગોને ધ્યાને રાખીને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (GJEPC)ને સત્તાવાર પત્ર લખીને રત્નકલાકારોના મજૂરી દરમાં તાત્કાલિક વધારો કરવાની માગણી કરવામાં આવી છે. મંદીમાં મજૂરીના દરો ઘટ્યા હતા, હવે સ્થિતિ સુધરતાં વધારો જરૂરી યુનિયને પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ રળી આપતો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી ભારે મંદીમાં સપડાયેલો હતો. મંદી દરમિયાન રત્નકલાકારોના મજૂરી દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં ઉદ્યોગનું વાતાવરણ સુધરી રહ્યું છે અને હીરાની સારી એવી માગ નીકળી છે, ત્યારે જે રીતે અગાઉ મજૂરી ઘટાડાઈ હતી તે જ રીતે હવે કારીગરોનો દર વધારવો વ્યાજબી છે. ગ્રામીણ વિસ્તારોમાં લઘુતમ વેતન કરતાં પણ ઓછો પગાર ડાયમંડ વર્કર યુનિયને ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા હીરાના કારખાનાઓમાં સ્થિતિ અત્યંત દયનીય છે. ત્યાં કામ કરતા શ્રમિકોને સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ વેતન કરતાં પણ ઓછો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. મોંઘવારીના આ યુગમાં કારીગરો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હોવાથી કામદારોમાં અસંતોષ ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં હડતાળ સમેટાઈ પણ યોગ્ય નિર્ણય ન થતાં રોષ કાયમ પગાર વધારાની આ જ માગણી સાથે તાજેતરમાં મહુવા, તળાજા અને પાલીતાણા પંથકના રત્નકલાકારોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, યુનિયનની મધ્યસ્થી બાદ કારીગરો કામે તો ચડી ગયા છે, પરંતુ ભાવ વધારા અંગે હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. જેના કારણે રત્નકલાકારોમાં અંદરખાને ભારે રોષ છે. જેથી GJEPC આગળ આવી કારીગરોના હિતમાં સત્વરે યોગ્ય નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનું Gen-Z સાથે ભજન ક્લબિંગ, VIDEO:ગુજરાતી-હિન્દી ભજનો પર ખંજરી વગાડી, નવી પેઢીના આધ્યાત્મિક ટ્રેન્ડ સાથે તાલ મિલાવ્યો; દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    નમ્રમુનિ મહારાજના જન્મોત્સવે 100થી વધુ પરિવારોને આત્મનિર્ભરતાની ભેટ:રાજકોટ, વેરાવળ, જૂનાગઢ, જામનગરમાં 75થી વધુ ઓટોરિક્ષા; વડોદરામાં 18 હાથલારી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment