Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નમ્રમુનિ મહારાજના જન્મોત્સવે 100થી વધુ પરિવારોને આત્મનિર્ભરતાની ભેટ:રાજકોટ, વેરાવળ, જૂનાગઢ, જામનગરમાં 75થી વધુ ઓટોરિક્ષા; વડોદરામાં 18 હાથલારી અપાઈ

    9 hours ago

    રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 56મા જન્મોત્સવ નિમિત્તે યોજાઈ રહેલા માનવતા મહોત્સવ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જરૂરિયાતમંદ પરિવારોને રોજગારીનું સાધન ઉપલબ્ધ કરાવી તેમને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી અર્હમ યુવા સેવા ગ્રુપના સહયોગથી ઓટોરિક્ષા અને હાથલારીઓ અર્પણ કરવામાં આવી હતી. ચાર શહેરોમાં 75થી વધુ પરિવારોને ઓટોરિક્ષાની ભેટ તા. 24 સપ્ટેમ્બરના રોજ સર્વમંગલ ફેમેલી ટ્રસ્ટના ફાઉન્ડર રિકાબેન મનુભાઈ શાહના સહયોગથી રાજકોટ, જામનગર, વેરાવળ અને જૂનાગઢમાં કુલ 75થી વધુ ઓટોરિક્ષા જરૂરિયાતમંદ પરિવારોને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરામાં 18 જેટલી હાથલારીઓ પણ લાભાર્થી પરિવારોને આપવામાં આવી હતી. આ સેવાકાર્યના માધ્યમથી 100થી વધુ પરિવારોને રોજગારીનું સાધન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. સહાય નહીં, રોજગારીનું કાયમી સાધન આપવાનો પ્રયાસ આ સેવાપ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ માત્ર જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય કરવાનો નહીં, પરંતુ તેમને પોતાની રોજગારી શરૂ કરી પોતાના પગ પર ઊભા રહેવાની તક આપવાનો રહ્યો હતો. ઓટોરિક્ષા અને હાથલારી મળવાથી લાભાર્થી પરિવારો માટે આવકનું સાધન ઊભું થાય અને તેઓ આત્મનિર્ભર બની શકે તે દિશામાં આ પહેલ કરવામાં આવી હતી. અર્હમ યુવા સેવા ગ્રુપે 600થી વધુ ઓટોરિક્ષા અર્પણ કરી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા દેશના વિવિધ શહેરોમાં અત્યાર સુધીમાં 600થી વધુ ઓટોરિક્ષા જરૂરિયાતમંદ પરિવારોને અર્પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. માનવતા મહોત્સવ અંતર્ગત પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવામાં આવી રહી છે. વેરાવળના કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વેરાવળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, મર્કન્ટાઇલ બેંકના ડાયરેક્ટર નવીનભાઈ શાહ, અતુલભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ અને જામનગરમાં પણ આગેવાનો જોડાયા રાજકોટ ખાતે કોર્પોરેટર રક્ષિતભાઈ ક્લોલા, દેવાંગભાઈ માંકડ અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જામનગર ખાતે જિલ્લા પ્રમુખ બીનાબેન કોઠારી, નિલેશભાઈ કગથરા, જસ્મીનભાઈ કામદાર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. જન્મોત્સવની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડાઈ અર્હમ યુવા સેવા ગ્રુપના વિવિધ સેન્ટરોના ભાવિકોએ આ સેવાકાર્યને સાકાર કરવા ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. જન્મોત્સવની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને જરૂરિયાતમંદ પરિવારોને રોજગારીનું સાધન ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને માનવતાની સુગંધ ફેલાવતું કાર્ય ગણાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હીરા ઉદ્યોગમાં સુધારો છતાં કારીગરો પીસાયા:નેચરલ અને લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધતાં મજૂરી વધારવા રત્નકલાકારોની માગ, GJEPCને પત્ર
    Next Article
    ચાંચબંદર દરિયા કાંઠે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યાં, 3નો બચાવ:સ્થાનિકોએ 3 યુવકને બચાવી લીધા, એકની શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment