Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ પીને પ્લેન ઉડાવવા નીકળ્યો એર ઇન્ડિયાનો પાઇલટ!:સ્વિટ્ઝર્લેન્ડમાં પકડાયો ને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયો; DGCAએ આકરાં પગલાં લીધા

    11 hours ago

    એર ઈન્ડિયાએ ઝ્યુરિખ-દિલ્હી ફ્લાઇટના પાઇલટને નશામાં મળી આવ્યા બાદ સસ્પેન્ડ કરી દીધો છે. તેને સ્વિટ્ઝર્લેન્ડમાં જ ઉતારી દેવામાં આવ્યો હતો. ઉડાન પહેલાં કરવામાં આવતા ફરજિયાત આલ્કોહોલ ટેસ્ટમાં તેના નશામાં હોવાની પુષ્ટિ થઈ હતી. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પાઇલટનું સસ્પેન્શન ચાલુ રહેશે. આ મામલો 6 સપ્ટેમ્બરનો છે. ટેકઓફ પહેલાં ગ્રાઉન્ડ સ્ટાફને પાઇલટ પાસેથી દારૂની ગંધ આવી હતી. તેમણે અધિકારીઓને તેની જાણ કરી હતી. ત્યારબાદ પાઇલટને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. તેને એ જ ફ્લાઇટથી ભારત મોકલવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાએ કહ્યું- ઝીરો ટોલરન્સ પોલિસી એર ઈન્ડિયાએ કહ્યું, "એર ઈન્ડિયા સુરક્ષા, નિયમો અથવા પ્રોટોકોલના ઉલ્લંઘન માટે ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે. આવું થવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે." એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ ક્રૂ મેમ્બર્સને ઉચ્ચતમ સુરક્ષા ધોરણોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એર ઈન્ડિયા સમયાંતરે આ માટે જાગૃતિ અભિયાન ચલાવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પણ કાર્યવાહી કરવામાં આવી સ્વિસ ફેડરલ ઑફિસ ઑફ સિવિલ એવિએશન (FOCA)એ આ મામલાની પુષ્ટિ કરી છે. FOCA મુજબ, પાઇલટ સામે સ્વિસ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની જાણકારી ભારતના DGCAને આપવામાં આવી હતી. આ કારણે AI-151 ઝ્યુરિખ-દિલ્હી ફ્લાઇટ નિર્ધારિત સમય અનુસાર ઓપરેટ થઈ શકી નહોતી. ભારતથી ઉડાન ભરતા પાઇલટ્સ માટે ઉડાન પહેલાં ડ્રગ અને આલ્કોહોલ ટેસ્ટ ફરજિયાત છે. જ્યારે વિદેશથી ભારત આવતી ફ્લાઇટમાં સામાન્ય રીતે લેન્ડિંગ બાદ ટેસ્ટ કરવામાં આવે છે. ફુકેટ-દિલ્હી ફ્લાઇટનો પાઇલટ પણ નશામાં હતો એર ઇન્ડિયામાં પાઇલટ્સ સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘનનો આ પહેલો મામલો નથી. આ પહેલાં 4 ઑગસ્ટે ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કમાન્ડર પાઇલટનો ડ્રગ ટેસ્ટ 2 વખત પોઝિટિવ આવ્યો હતો. ફુકેટ-દિલ્હી ફ્લાઇટ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. પ્લેનમાં 145 લોકો સવાર હતા. તેમાં 20થી વધુ મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા. પાઇલટે જણાવ્યું હતું કે તેને ઊંઘની સમસ્યા હતી અને તે ડોક્ટરની સલાહ મુજબ દવા લઈ રહ્યો હતો. તેણે ઊંઘવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંઘ આવી નહીં. ત્યાર બાદ તેણે દવા લીધી. પાઇલટ ફ્લાઇટના 12 કલાક પહેલાં નશો કરી શકતો નથી પાઇલટ્સ માટે દારૂ અંગે DGCAના નિયમો અત્યંત કડક છે. એરક્રાફ્ટ રૂલ્સ, 1937ના નિયમ 24 હેઠળ, કોઈપણ પાઇલટ અથવા ક્રૂ મેમ્બરને ફ્લાઇટના 12 કલાક પહેલાં સુધી કોઈપણ પ્રકારના માદક પદાર્થ અથવા દારૂનું સેવન કરવાની મનાઈ છે. ફ્લાઇટ દરમિયાન પણ તેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. એવિએશન ક્ષેત્રમાં પાયલટો માટે ફરજિયાત મેડિકલ ટેસ્ટ ક્લાસ 2 મેડિકલ: આ સ્ટુડન્ટ પાઇલટ લાઇસન્સ (SPL) માટે જરૂરી છે અને ફ્લાઇટ ટ્રેનિંગ શરૂ કરતાં પહેલાં અનિવાર્ય છે. ક્લાસ 1 મેડિકલ: આ કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) અને એરલાઇન પાઇલટ્સ માટે જરૂરી છે. તેમાં શારીરિક, માનસિક, દ્રષ્ટિ, શ્રવણ અને હૃદય સંબંધિત તપાસ કરવામાં આવે છે. બ્રીથ-એનાલાઇઝર ટેસ્ટ: ફ્લાઇટ પહેલાં અને લેન્ડિંગ પછી પાઇલટ્સનો બ્રેથ-એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે। તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પાઇલટના શરીરમાં આલ્કોહોલ (દારૂ)નું સ્તર શૂન્ય હોય, કારણ કે એવિએશન ક્ષેત્રમાં તેને લઈને 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવે છે. સાઇકોએક્ટિવ સબસ્ટન્સ (ડ્રગ) ટેસ્ટ: પાઇલટ્સ માટે નશીલા પદાર્થો અથવા સાઇકોએક્ટિવ સબસ્ટન્સની તપાસ પણ અનિવાર્ય છે. આ અંતર્ગત રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગ કરવામાં આવે છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પાઇલટ કોઈપણ પ્રતિબંધિત દવા અથવા નશીલા પદાર્થના પ્રભાવ હેઠળ નથી.
    Click here to Read More
    Previous Article
    Journalists detained, microphone snatched as Delhi Police remove protesters from Jantar Mantar
    Next Article
    PM મોદીનું Gen-Z સાથે ભજન ક્લબિંગ, VIDEO:ગુજરાતી-હિન્દી ભજનો પર ખંજરી વગાડી, નવી પેઢીના આધ્યાત્મિક ટ્રેન્ડ સાથે તાલ મિલાવ્યો; દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment