Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાળ સાથે નવજાત બાળકીનો મૃતદેહ રઝળતો મળ્યો:વડોદરાના જાહેર માર્ગ પર કણસતી માસૂમ શાંત થઈ ગઈ, માતા-પિતાની ઓળખ માટે PM-DNAની તપાસ શરૂ

    1 week ago

    'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વધુ એક નવજાત શિશુને તરછોડવાની ઘટના બની છે. ગોરવા પંચવટી પાસે આવેલી નર્મદેશ્વર કો-ઓપરેટિવ સોસાયટીના માર્ગ પરથી એક તાજા જન્મેલા સ્ત્રી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીની દિવાલ પાસે રઝળતો હતો બાળકીનો મૃતદેહ પંચવટી સર્કલથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ પર ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર સોસાયટીની એક દીવાલ પાસે આ બાળકી પડી હતી. ત્યાંથી પસાર થતા એક લારીવાળાનું ધ્યાન આ નવજાત પર પડતા તેણે સ્થાનિક ગલ્લાવાળાને અને સોસાયટીના રહીશોને જાણ કરી હતી. ત્યારબાદ 112 કંટ્રોલ રૂમને જાણ કરાતા ગોરવા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નવજાતને નાળ સાથે જ રસ્તા પર ફેંકી ACP આર.ડી.કવાએ જણાવ્યું હતું કે, બાળકી તાજી જન્મેલી છે અને તેની નાળ પણ હજુ કાપવામાં આવી નથી, જે સૂચવે છે કે પ્રસૂતિ કદાચ કોઈ ઘરમાં જ થઈ હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં બાળકીની ડાબી આંખ પાસે લોહીના ડાઘા જોવા મળ્યા હતા, જે કદાચ તેને ફેંકી દેતી વખતે થયેલી ઈજા હોઈ શકે છે. પોલીસે 108 મારફતે નવજાતને હોસ્પિટલ ખસેડ્યું હતું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. મા-બાપની ઓળખ કરવા DNA સેમ્પલ લેવાયા પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે રવાના કર્યો છે. બાળકના અસલી માતા-પિતાની ઓળખ કરવા માટે DNA સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ ક્રૂર કૃત્ય આચરનાર જવાબદારોને શોધવા માટે પોલીસે આસપાસના CCTV અને હોસ્પિટલોના ડેટાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ એક માસૂમ જીવને આ રીતે રસ્તા પર મરવા માટે છોડી દેવો એ ખૂબ જ જઘન્ય અપરાધ છે અને આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ દરિયાકાંઠે પોલીસનું સઘન ફૂટપેટ્રોલિંગ:હિરાકોટથી સુત્રાપાડા સુધી મરીન, SOG, કમાન્ડો ફોર્સની સંયુક્ત કાર્યવાહી
    Next Article
    ABVP એ GCAS પોર્ટલની ખામીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું:ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવા અથવા પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment