Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ABVP એ GCAS પોર્ટલની ખામીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું:ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવા અથવા પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ કરવા માંગ

    3 days ago

    ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની વિસંગતતાઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા. ABVP એ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી પોર્ટલની ખામીઓ સુધારવા અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવાની માંગ કરી છે. જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ સમસ્યાઓ અને પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રજિસ્ટ્રેશન માટે વસૂલવામાં આવતી ₹300ની ફી અને 33 જેટલા લાંબા રાઉન્ડ ચાલવા છતાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ખાસ કરીને, આ પોર્ટલમાંથી ખાનગી યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવતા વિદ્યાર્થીઓને સમયસર સરકારી કોલેજોમાં પ્રવેશ મળતો નથી. પરિણામે, તેમને ખાનગી સંસ્થાઓમાં ઊંચી ફી ભરીને એડમિશન લેવાની ફરજ પડે છે. આ સ્થિતિને કારણે રાજ્યની સરકારી વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન કોલેજોની હાલત કથળી રહી છે. ABVP પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે પોર્ટલ પર 4.5 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે કાં તો ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક GCAS માં સમાવેશ કરવામાં આવે અથવા તો આ પોર્ટલને માત્ર ડેટા એકત્રીકરણ પૂરતું મર્યાદિત રાખી પ્રવેશ પ્રક્રિયાને યુનિવર્સિટીઓને સોંપવામાં આવે. વધુમાં, રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે નાબૂદ કરી પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે ABVP એ ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નાળ સાથે નવજાત બાળકીનો મૃતદેહ રઝળતો મળ્યો:વડોદરાના જાહેર માર્ગ પર કણસતી માસૂમ શાંત થઈ ગઈ, માતા-પિતાની ઓળખ માટે PM-DNAની તપાસ શરૂ
    Next Article
    GT vs KKR LIVE Score, IPL 2026: Gujarat Titans Aim For Hat-Trick Of Wins, Kolkata Knight Riders Eye First Victory

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment