Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા SOGએ ડ્રગ્સ સપ્લાયરને ધાનેરાથી ઝડપ્યો:અગાઉ કંસારી ટોલનાકા પર પકડાયેલા બે આરોપીઓને મેફેડ્રોન સપ્લાય કર્યું હતું

    2 weeks ago

    બનાસકાંઠા SOGએ ડ્રગ્સ સપ્લાય કરનાર એક આરોપીને ધાનેરાથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ કંસારી ટોલનાકા પાસેથી મેફેડ્રોન સાથે પકડાયેલા બે ઈસમોને માદક પદાર્થ પૂરો પાડ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી કરી હતી. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) દ્વારા "NO DRUGS IN BANASKANTHA" અભિયાન અંતર્ગત NDPS (નશાકારક પદાર્થો) બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સરહદેથી થતી ગેરકાયદેસર માદક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ડી.એમ. રાઠોડ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, SOG, પાલનપુર અને જે.જે. સરવૈયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, SOG, પાલનપુરના નેતૃત્વ હેઠળ આ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. તેમને માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. ગત 06/06/2026 ના રોજ બનાસકાંઠા SOG ટીમે બાતમીના આધારે કંસારી ટોલનાકા પાસે હુન્ડાઈ કંપનીની સફેદ કલરની ઓરા ગાડી (નં. GJ-08-CS-1327) માંથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹48,000/- ની કિંમતનું 16 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાંથી એક LLB, MPhil જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતો અને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ હતો. તપાસ દરમિયાન, આ પકડાયેલા આરોપીઓને મેફેડ્રોન વેચાણથી આપનાર આરોપી ડાહયાભાઈ કાનજીભાઈ ચૌધરી (રહે. માલોત્રા, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા) હોવાનું ખુલ્યું હતું. આ માહિતીના આધારે, પો.સ.ઈ. જે.જે. સરવૈયાની SOG ટીમ અને LCB શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ધાનેરા વિસ્તારમાં સઘન વોચ ગોઠવવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે, આરોપી ડાહયાભાઈ ચૌધરી થાવર ત્રણ રસ્તા પાસેથી મળી આવતા તેને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના દૂષિત પાણીનો વિરોધ:વિહિપના શહેર પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા 8 જૂને પ્રતિક ઉપવાસ કરશે
    Next Article
    સુરતના અલથાણમાં રખડતા શ્વાનનો આતંક, CCTV:7 વર્ષના માસૂમ પર હુમલો કરી સાથળ પર બચકું ભરી લીધું , પાંચ ટાંકા આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment