Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર:ફટાકડાના 299 સ્ટોલને ફાયર તંત્રની મંજૂરી, 7 અરજી રિજેક્ટ કરી દેવાઈ

    11 hours ago

    દિવાળીના તહેવારો પર ફટાકડાના સ્ટોલ માટે આ વર્ષે કડક નિયમોના કારણે ફાયર વિભાગમાં ઓછી અરજીઓ આવી છે. ગત વર્ષે 600 સ્ટોલ હતા જેની સામે આ વખતે 373 અરજીઓ આવી છે. જે પૈકી 299ને મંજૂર કરવામાં આવી છે અને 67 અરજી પેન્ડિંગ રાખી 7 અરજી રિજેક્ટ કરવામાં આવી છે જ્યારે બાકીની અરજીની સ્થળ તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ ફાયર વિભાગે જણાવ્યું છે. રાજકોટમાં દિવાળી નજીક આવતા ફટાકડાનું વેચાણ છૂટાછવાયા સ્થળોએ શરૂ થઈ ગયું છે, પરંતુ ફટાકડાના વેચાણ માટે જરૂરી ફાયર સેફ્ટી પ્રક્રિયા હજુ અધૂરી હોવાનું સામે આવ્યું છે. આ વખતે કડક નિયમોને કારણે ઓછી અરજી થયાનું તારણ છે. ફાયર સ્ટેશન મુજબની અરજી કનક રોડ | ફાયર સ્ટેશનમાં 43 અરજીઓ આવી હતી, જેમાંથી 36નો નિકાલ થયો છે અને 5 પ્રક્રિયામાં છે. કાલાવડ રોડ | 56 અરજીઓમાંથી 39નો નિકાલ થયો છે અને હજુ 22 અરજીઓ પ્રક્રિયામાં છે. કોઠારિયા રોડ | ફાયર સ્ટેશનમાં 29 અરજીઓ આવી હતી, જેમાંથી 24નો નિકાલ થયો છે અને 3 પ્રક્રિયામાં છે. મવડી | 56 અરજીઓમાંથી 42નો નિકાલ થયો છે અને 9 અરજીઓ પ્રક્રિયામાં છે. રામાપીર ચોક ફાયર સ્ટેશનમાં 46 અરજીઓમાંથી 36નો નિકાલ થયો છે, 2 પ્રક્રિયામાં છે અને 5 અરજીઓ રિજેક્ટ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પૂર્વે SOGની કાર્યવાહી:વાવડી રોડ પર તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક શખસ પકડાયો
    Next Article
    આઈસર ટ્રકમાંથી 13 ભેંસ અને 1 પાડો પકડાયાં:જાગૃત નાગરિકોએ કતલખાને લઈ જવાતાં 14 પશુને બચાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment