Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઈસર ટ્રકમાંથી 13 ભેંસ અને 1 પાડો પકડાયાં:જાગૃત નાગરિકોએ કતલખાને લઈ જવાતાં 14 પશુને બચાવ્યાં

    12 hours ago

    ગાંધીનગરમાં સ્થાનિક નાગરિકોની સતર્કતાના કારણે કતલખાને ધકેલાતા 14 પશુનો આબાદ બચાવ થયો છે. ક-7 અને ખ-7 સર્કલ વચ્ચેના રેલવે ફાટક પાસેથી તાડપત્રી બાંધેલી શંકાસ્પદ આઈસર ઊભેલી જોઈ સે.26ના રહીશ રાકેશ પટેલને દાળમાં કંઈક કાળું જણાયું હતું. અંદરથી પશુના જોરદાર ધમપછાડાનો અવાજ આવતાં તેમણે ટ્રક પાસે ઊભેલા માણસોને પૂછપરછ કરતા તેઓ ગોળગોળ જવાબ આપતા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા શૈલેષ રબારી પણ ત્યાં ઊભા રહી ગયા હતા. બંને નાગરિકોએ ટ્રક પર ચડી તાડપત્રી હટાવીને જોતાં અંદર ખીચોખીચ પશુ ભરેલાં હતાં. શૈલેષભાઈએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમ 112 પર ફોન કરતા જ પકડાઈ જવાની બીકે ટ્રકચાલક અને સાથીદારો વાહનને સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. તપાસ દરમિયાન ટ્રકની અત્યંત સાંકડી જગ્યામાં 13 ભેંસ અને 1 પાડાને ગળે ટૂંપો આવે તે રીતે ટૂંકા દોરડા વડે નિર્દયતાથી બાંધી રાખ્યા હોવાનું જણાયું હતું. મૂંગા જીવો માટે ઘાસચારા કે પીવાના પાણીની પણ સુવિધા નહોતી. પ્રાથમિક તપાસમાં તમામ પશુને ગેરકાયદે કતલખાને લઈ જવા માટે ક્રૂરતાપૂર્વક હેરાફેરી કરાતી હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં જ સે.21 પોલીસ મથકની ટીમે સ્થળ પર રૂ.3,90,000ની કિંમતની 13 ભેંસ, રૂ.25,000ની કિંમતનો 1 પાડો અને રૂ.15 લાખની આઈસર ટ્રક મળી એકંદરે રૂ.19,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના અધિનિયમ અને ગુજરાત પશુ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર:ફટાકડાના 299 સ્ટોલને ફાયર તંત્રની મંજૂરી, 7 અરજી રિજેક્ટ કરી દેવાઈ
    Next Article
    નાગરિકોને સાવધ રહેવા SPએ અપીલ કરી:સાયબર ગઠિયાઓએ જિલ્લા પોલીસ વડાના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment